Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગાંધીનગરમાં બીએસએફ ગુજરાત ફ્રન્ટીયર દ્વારા સાયકલ રેલી :ગ્રામ્ય વિસ્તારોમાં આપ્યો સ્વચ્છતાનો સંદેશ

ગાંધીનગર :મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવાઈ રહ્યુ છે. ત્યારે ગાંધીનગરમાં બીએસએફ ગુજરાત ફ્રન્ટીયર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયુ. જેમાં બીએસએફના 100 જેટલા જવાનો જોડાયા હતા.

 ગાંધીનગરથી શરૂ થઈને ચિલોડા, સિહોલી, આલમપુર, લેકવાડા જેવા આસપાસના 14 કિલોમીટરના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી અને ગ્રામ્ય પ્રજાને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

(6:56 pm IST)