Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વલસાડમાં વિદ્યાર્થીને શિક્ષિકાએ ઢોર માર મારતા વાલીઓમાં રોશની લાગણી :મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

વલસાડમાં ધોરણ પાંચના વિદ્યાર્થીને શિક્ષિકાએ ઢોર માર મારતા ચકચાર મચી છે. ટ્યુશન ચલાવતી શિક્ષિકાએ વિદ્યાર્થીને હાથ અને પગમાં ફૂટપટ્ટીથી માર માર્યો હતો

  જાણવા મળ્યા મુજબ વલસાડની સેન્ટ જોસેફ ઈટી હાઈસ્કૂલમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા ટ્યુશન ચલાવી રહી હતી. ત્યારે તેને ત્યાં ભણવા આવેલા વિદ્યાર્થીને શિક્ષિકાએ ફટકાર્યો હતો. જે બાદ રોષે ભરાયેલા વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

(6:53 pm IST)