Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રાજ્યભરમાં હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતીક ધરણા ,ઉપવાસ અને રામધૂનનાં કાર્યક્રમો

સાબરકાંઠાના અનેક ગામોમાં પ્રતીક ઉપવાસ-ધરણા :મોરબી,અમરેલી,ભાવનગર જિલ્લામાં ધરણા -રામધૂન યોજાઈ

 

અમદાવાદ :પાસના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને રાજયભરમાં સમર્થન મળી રહ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પ્રતીક ધરણા ઉપવાસ અને રામધૂનનાં કાર્યક્રમો થઇ રહ્યાં છે સાબરકાંઠાના અનેક ગામોમાં પ્રતીક ઉપવાસ યોજાયા હતા જયારે સૌરાષ્ટ્રના મોરબી,અમરેલી અને ભાવનગર જિલ્લા સહીત અનેક સ્થળોએ પ્રતીક ધરણા યોજાયા હતા

  બીજીતરફ મહેસાણામાં પાટીદાર યુવાનો એસપીજીના સભ્યો કલેકટર ઓફિસમાં જય પાટીદાર, જય જવાન જય કિસાનનાં નારા સાથે પહોંચ્યા હતા. તેમણે ભાજપ વિરોધી નારા પણ લગાવ્યા હતા.અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરલા અને તેની પરનો રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા રજૂઆત કરીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

 . સાબરકાંઠાના ઓરાણ ગામના પાટીદારોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને  રામધૂન કરી હતી. બનાસકાંઠામાં સોનાસણ, ધડકણ અને બાલીસણામાં પાટીદારોએ પ્રતિક ઉપવાસ કર્યા હતાં.

 પાટણમાં ઝીણીપોળ અને ગુર્જરવાડાના લોકોએ ઉપવાસ કરીને રામધુન કરી હતી.

 

(11:25 pm IST)