Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સરકાર સાથે મધ્યસ્થી થવા ખોડલધામ ટ્રસ્ટના પ્રતિનિધીની જાહેરાત

 

આજે ૮મા ઉપવાસના હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામ ટ્રસ્ટના પ્રતિનિધીઓ આવ્યાનું પાસ અનામત સમિતિ જણાવે છે.

ખોડલધામ-અમદાવાદના શ્રી દિનેશ કુંભાણી હાર્દિકને મળ્યા હતા અને તેની તંદુરસ્તી માટે મા ખોડલને પ્રાર્થના કરી હતી.

શ્રી કુંભાણીએ સરકારે સાથે મધ્ય સ્થીની ભૂમિકા નિભાવવાની આવે તો તૈયાર હોવાનું જણાવેલ. હાર્દિકની કાયદાકીય રીતે મળવાપાત્ર પાટીદારો માટે અનામતની માંગને ખોડલધામ ટ્રસ્ટે સમર્થન આપ્યું હતું.

તેમણે કહેલ કે રૃપાણી સરકાર અમારો એપ્રોચ કરશે તો અમે સરકાર સાથે હાર્દિકના આંદોલન મામલે વાતચીત કરશુ.

(10:19 pm IST)