Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ખેડૂત વિરોધી પાછા જાવ નર્મદા વિરોધી પાછા જાવ

પાસની સ્પષ્ટ જાહેરાત મેઘા પાટકરને પાસના સીનીયર કોઇ નેતાએ આમંત્રણ આપ્યું નથી

નર્મદા ડેમ વિરોધી આંદોલનનું નેતૃત્ય લેનાર અને ગુજરાતના ખેડૂતોને પારાવાર નુરશાન કરનાર મેઘા પાટકર આજે હાર્દિક પટેલના ખબર પૂછવા અને સમર્થન આપવા તેમના નિવાસે આવેલ ત્યારે ત્યાં ઉપસ્થિત યુવાનોએ તેનો હુરિયો બોલાવી તગેડી મૂકેલ.

મેઘા પાટકરે રોષ સાથે જણાવેલ કે પાસ આગેવાનોના આમંત્રણને લીધે જ આવેલ છે.

ત્યારે પાસ આગેવાન કન્વીનર બ્રિજેશ પટેલે કહ્યું છે કે મેઘા પાટકરને પાસના કોઇ જ જવાબદાર-સિનિયર આગેવાનોએ આમંત્રણ આપ્યું નથી.

પરંતુ હાર્દિક પટેલના મોબાઇલ ઉપર ગઇકાલે મેઘા પાટકરનો ફોન આવેલ માત્ર ઔપચારિક વાત માટે કોલ આવેલ, બીજી કોઇ ચર્ચા થઇ નથી. તેમણે હાર્દિકને પાણી પી લેવા જણાવેલ.

બ્રિજેશ પટેલે જણાવ્યું છે કે હાર્દિક પટેલ સવાયો પાટીદાર પુત્ર, ગુજરાતનો પનોતો પુત્ર છે. ગુજરાતના નર્મદા વિરોધી અને ખેડૂત વિરોધી લોકોને તે કયારેય બોલાવે નહિ.

મેઘા પાટકરજી આવેલ અમે શાંતિથી બે હાથ જોડી તેમને પાછા જતા રહેવા વિનંતી કરેલ. તેમને બેસાડી પાણી પાયેલ. અને કહેલ કે તેમના લીધે સૌરાષ્ટ્ર-કચ્છ-ઉ-ગુજરાતના છેવાડાના ખેડૂતને વર્ષો સુધી નર્મદાના પાણીથી વંચિત રહેવું પડ્યું છે.

કોઇપણ માણસ ગુજરાતના ખેડૂત વિરોધી હશે તેને અમે કયારેય સાથ સહકાર આપીશુ નહિ. કોઇ વ્યકિતના અમે વિરોધી નથી અમે તેની નીતિના વિરોધમાં ચોકકસ છીએ એમ પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાતના બ્રિજેશ પટેલે જણાવ્યું છે.

(10:15 pm IST)