Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અમદાવાદના વસ્ત્રાપુરમાં હાઈપ્રોફાઈલ જુગાર ઝડપાયો : છ પત્તાપ્રેમીઓ પકડાયા :ચાર લાખ રોકડા,5 થી 6 કાર સહીત 50 લાખનો મુદામાલ જપ્ત

પ્રકાશ સ્કૂલની પાસે અમલટાસ બંગલોમાં વસ્ત્રાપુર પોલીસનો સાંજના સમયે બંગલા નંબર 19 ઉપર દરોડો

 

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં હાઇપ્રોફાઇલ જુગાર ઝડપાયો હતો. પોલીસે સ્થળ ઉપરથી 4 લાખ રૂપિયા રોકડા, મોંઘીદાટ કાર સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

   મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રકાશ સ્કૂલની પાસે અમલટાસ બંગલો આવેલા છે. જેના 19 નંબરના બંગલામાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસે આજે  સાંજના સમયે બંગલા નંબર 19 ઉપર દરોડા પાડ્યા હતા જ્યાં લોકો જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા.
 
સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે સ્થળ ઉપરથી 4 લાખ રૂપિયા રોકડા અને 5થી 6 મોંઘીદાટ કાર સહિત 50 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સાથે પોલીસે ઝડપેલા જુગારીઓને પોલીસ સ્ટેશન લઇ જઇને આગળની કાર્યવાહી હાધથરી છે.

(11:04 pm IST)