Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ભારતમાં નેઇલ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કદ ૭.૫ અબજ થયું

ટીપ એન્ડ ટો-નેઇલ સલૂન અને સ્પાનો શહેરમાં પ્રારંભઃ વિવિધ અંગોની સુંદરતા અને માવજતમાં હવે લોકો નખની સુંદરતા તેમજ આકર્ષણ પરત્વે ગંભીર અને સજાગ બન્યા

અમદાવાદ,તા. ૧: શરીરના વિવિધ અંગોની સુંદરતા અને માવજતમાં હવે લોકો નખની સુંદરતા અને આકર્ષણ પરત્વે પણ ગંભીર અને સજાગ બન્યા છે. શરીરમાં હાથ-પગના નખની કાળજી અને માવજતની બાબતમાં બોલીવુડ સેલિબ્રીટીઝ અને અમીર વર્ગ જ આગળ પડતો હોય તેવું હવે રહ્યું નથી હવે સમાજનો શરીર અને સુંદરતા પરત્વે જાગૃત વર્ગ પણ હવે નેઇલ બ્યુટી અને તેના આર્ટ-સુશોભનમાં ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાં નેઇલ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ આજે રૂ.૭.૫ બિલિયને પહોંચ્યું છે, જે ૨.૨૫ સુધીમાં રૂ.૧૫ બિલિયન કે તેનાથી વધુને આંબે તેવી શકયતા છે એમ અત્રે ટીપ એન્ડ ટો- ધ નેઇલ કલબ દ્વારા અમદાવાદ શહેરમાં  રાજયના પ્રથમ નેઇલ સલૂન અને સ્પાનો પ્રારંભ કરાયો તે પ્રસંગે મુંબઇની બોલીવુડ સેલિબ્રીટીઝથી લઇ દેશની અનેક ધનિકવર્ગની મહિલાઓ અને હસ્તીઓના નખની સુંદરતા વધારનાર અને તેને આકર્ષક બનાવનાર ધ નેઇલ કલબના સ્થાપક શર્મિલા થાનકીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુંબઈના બોલીવુડ સેલીબ્રીટીઝનુ અત્યંત પસંદગી પાત્ર નેઈલ સલૂન અને સ્પા ટીપ એન્ડ ટો-ધ નેઈલ કલબ અમદાવાદમાં નવા સલૂનનો પ્રારંભ કરીને ગુજરાતમાં પ્રવેશ કરવા સજજ બન્યું છે,તે ગૌરવની વાત છે. અમદાવાદ બાદ નજીકના ભવિષ્યમાં આ પ્રકારના નેઇલ સલૂન અને સ્પા સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પણ ખોલવાની તેમણે જાહેરાત કરી હતી. નેઈલ આર્ટ અને સુશોભન સર્વિસીસમાં પાયોનિયર ગણાતી ટીપ એન્ડ ટો - ધ નેઈલ કલબનાં સ્થાપક શર્મિલા થાનકીએ વધુમાં ઉમેર્યું હતું કે,  ટીપ એન્ડ ટો બોલીવુડ સેલીબ્રીટીઝ અને ફેશનપરસ્ત લોકોનુ ફેવરિટ છે. વર્ષોથી મુંબઈ ને દિલ્હીમાં ટોચના લોકો તેમની અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે. આ બાબત અમારી સર્વિસ પ્રત્યેની નિષ્ઠાનુ ઉદાહરણ છે અમે ભારતમાં યોજાયેલી નેઇલથોનની ઘણી કેટેગરીઝની પ્રતીષ્ઠીત સ્પર્ધાઓમાં પ્રથમ ઈનામો હાંસલ કર્યાં છે. સ્વચ્છતા અંગેનાં અમારાં સર્વોચ્ચ ધોરણો, પ્રોડકટ ક્વોલિટી અને ગ્રાહકલક્ષી અભિગમને કારણે અમારા ક્ષેત્રમાં સર્વિસીસમાં ટોચના સ્થાને રહીને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. ટીપ એન્ડ ટો મેનીક્યોર અને પેડીક્યોરની, નેઈલ એકસ્ટેન્શન, જેલ પોલિશ, અને આઈલેશ એક્સ્ટેન્શન જેવી અનેકવિધ સર્વિસીસ પૂરી પાડે છે. અમે બદલાતા જતા ફેશનના પ્રવાહોને અનુસાર અમારા ગ્રાહકોની જરૂરિયાતને સમજી શકીએ તે માટે સમયાંતરે અમારી કામગીરીમાં સુધારા કરતા રહીએ છીએ. અમારી સર્વિસીસના પોર્ટફોલિયોને અપગ્રેડ કરતા રહીએ છીએ. અમારી તદ્દન નવી ઓફરોમાં શેટર્ડ ગ્લાસ, કેટ આઈ, ઓમ્બર સ્ટડઝ અને ખાસ પ્રસંગોએ ઝાંખપ ધરાવતા નખમાં ચમક પૂરી પાડવાની કામગીરી કરે છીએ. ગ્રાહકોને અનોખો તથા બહેતર અનુભવ પૂરો પાડવો તે ટીપ એન્ડ ટોનો સિધ્ધાંત છે. આ બાબતની ખાત્રી માટે અમે ટીપ એન્ડ ટો ઉત્તમ પ્રકારની ગુણવત્તા ધરાવતી પ્રોડકટસની સાથે સાથે પ્રોફેશનલ્સની તાલિમબધ્ધ ટીમથી સજજ છે. મહેમાનોને અત્યંત ગમી જાય તેવો અનુભવ પૂરો પાડવા માટે ટીપ એન્ડ ટો તેમના દરેક ગ્રાહકને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા અને સમર્પિત પ્રોફેશનલ્સ પૂરા પાડે છે, જે યોગ્ય પરફેકશન અને ગ્રાહકને સંતોષ પ્રાપ્ત થાય તે રીતે દરેક સર્વિસ પૂરી પાડવા માટે સુસજજ હોય છે. ટીપ એન્ડ ટો હાલમાં ભારતમાં છ કેન્દ્રોનું સંચાલન કરે છે તેમાંથી તેમાંથી પાંચ મુંબઈમાં અને એક દિલ્હીમાં આવેલુ છે. અમદાવાદના બજારમાં પ્રવેશ કરવા ઉપરાંત ટીપ એન્ડ ટો અન્ય શહેરોમાં પણ કામગીરીનુ વિસ્તરણનું આયોજન કરી રહી છે.

(9:46 pm IST)