Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં અનેક ગામોમાં ઉપવાસ :સિહોરના બીજા ચાર ગામ જોડાયા : મહીલાઓ અને પુરૂષો પણ ઉપવાસ પર ઉતર્યા

પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસે ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને ઘીમે ધીમે લોકો તેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. સિહોર તાલુકાના બીજા ચાર ગામો હાર્દિકના ઉપવાસના સમર્થનમાં મહીલાઓ અને પુરૂષો પણ ઉપવાસ પર ઉતર્યા છે.અને ઉપવાસીઓએ ગામમાં ડેરા તંબુ લગાવીને સરકારને પોતાનો ઇરાદો જણાવી દીધો છે

   પાટીદર એપી સેન્ટર તરીકે ઓળખાતા ટાણા બેકડી સણોસરા અને સરકડીયા સહિતના અન્ય ગામમાં ઉપવાસની છાવણીઓમા સમર્થકો ઉપવાસ દ્વારા આંદોલનને પોતાનું યોગદાન આપી રહ્યા છે.

(7:09 pm IST)