Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

પાટીદારની વધુ એક સંસ્થા હાર્દિક પટેલના સમર્થનમાં :ખોડલધામના દિનેશ કુંભાણી હાર્દિકને મળવા પહોંચ્યા

અમદાવાદ :ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને સમર્થન આપવા માટે પાટીદાર ખોડલધામ સંસ્થાના દિનેશ કુંભાણી સહિતના લોકો પહોંચ્યા છે. તેમણે હાર્દિક સાથે મુલાકાત કરી તેના ખબરઅંતર પૂછ્યા. સાથે હાર્દિક સમર્થકો સાથે પણ ચર્ચા કરી છે

  આજે  સવારે ઉમીયા ધામ અને સિદસરના અગ્રણીઓએ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. જોકે તેમણે હાર્દિકને ખુલીને ટેકો આપવાને બદલે ગોળગોળ વાતો કરી હતી. ધાર્મિક સંસ્થાના વડાઓએ મીડિયા સાથે વાતચીત દરમ્યાન જણાવ્યુ કે, સરકારે પાટીદાર સમાજની લાગણીને સમજવી જોઈએ. સંસ્થાઓ પાટીદાર સમાજની માગ અંગે સતત વાટોઘાટો કરી રહી છે.  હવે સમય આવી ગયો છે કે, પાટીદાર અનામત આંદોલન અંગે સમાધાન આવી જશે.

  જેરામ બાપાએ જણાવ્યું હતું કે, સંસ્થામાં આંદોલનને સમર્થન કરવાનો ઠરાવ થયેલો છે. આંદોલનની માંગણીને લઇ અમે યુવાનોની સાથે સરકાર સાથે ચર્ચા કરીશું. આર્થિક માપદંડના ધોરણે વિચારવાની જરૂર છે. આંદોલન શરૂ થયું ત્યારથી મધ્યસ્થી તરીકે છું. અત્યાર સુધી કોઇ નક્કર નિર્ણય નથી થયો હતો. સમાજના આગેવાનો મધ્યસ્થીનો પ્રયાસ કરે છે. ઝઘડો આંદોલનકારી અને સરકાર વચ્ચે છે. પાણીનો ત્યાગ કર્યો હતો એટલે તેને પાણી પીવડવા આવ્યા હતા.

(7:08 pm IST)