Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અમદાવાદના દરિયાપુરામાં વૃદ્ધના ઘરમાં કામ કરતી મહિલા 2 લાખ લઇ છૂમંતર

અમદાવાદ:દરિયાપુરમાં રહેતા વૃધ્ધાના ઘરમાં કામ કરતી મહિલા રૃા. ૨ લાખના દાગીના લઇ રફૂચક્કર થઇ ગઇ હતી. વૃધ્ધાએ રક્ષાબંધના દિવસે દાગીના પહેરવા કબાટ ખોલતાં દાગીના ગાયબ હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દરિયાપુરમાં વાડીગામ આડાવાળી પોળમાં રહેતા પુષ્પાબહેન રાજેન્દ્રભાઇ બનવારીલાલ (ઉ.વ.૬૫) વિધવા પોતાના ઘરમાં પુત્ર સાથે રહે છે. નાદુરસ્ત તબિયતના કારણે કામ ન થતું હોવાથી પોળમાં જ રહેતા ઉષાબહેન નામની મહિલાને ઘરકામ માટે રાખી હતી, તે છેલ્લા ત્રણ મહિનાથી ઘરકામ કરતી હતી.

તા. ૧૯ના રોજ ત્રીજનો તહેવાર હોવાથી દાગીના પહેર્યા બાદ લાકડાના કબાટમાં મૂક્યા હતા, દરમિયાન તા. ૨૬ના રોજ રકક્ષાબંધનના તહેવારમાં દાગીના પહેરવા માટે કબાટ ખોલતાં કબાટમાંથી રૃપિયા ૨ લાખની કિંમતના સોનાના ૧૦ તોલાના દાગીની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસ શકમંદ મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કામવાળી મહિલા રક્ષાબંધનના તહેવારના આગલા દિવસ બે દિવસની રજા લઇને જતી રહી હોવાથી તેણીની પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

(4:36 pm IST)