Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સુરતમાં હોલસોલમાં ધંધો કરવા મિત્રને આપેલ પૈસા પાછા ન મળતા યુવકની હત્યા

સુરત:તંબાકુનો હોલસેલમાં ધંધો કરવા મિત્ર પાસેથી બે માસ અગાઉ રૂ. ૫૦,૦૦૦ ઉછીના લઈ તેને ભાગીદાર બનાવી બાદમાં ખોટ જતાં મિત્રની જાણ બહાર ધંધો બંધ કરનાર રત્નકલાકાર પાસેથી રૂ. ૫૦,૦૦૦ પરત મેળવવા મિત્રએ પુત્ર સહિત ત્રણ સાથે મળી તેનું કારમાં અપહરણ કરી ધાકધમકી આપી હતી. રત્નકલાકારે તક મળતા પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસે પિતા-પુત્ર સહિત ચારની ધરપકડ કરી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, મૂળ મોરબીનો વતની અને હાલ મોટા વરાછા અબ્રામા રોડ પંચતત્વ રેસીડન્સી એ-૨-૨૦૧ માં પરિવાર સાથે રહેતો ૩૬ વર્ષીય જયંતિ મહાદેવભાઈ વિદેજા રત્નકલાકાર તરીકે કામ કરે છે. બે માસ અગાઉ તંબાકુનો હોલસેલ ધંધો કરવા જયંતિએ મિત્ર મહેશ વલ્લભભાઈ અકબરી (ઉં.વ.૫૦) (રહે. ૧૦૮, સાંઈ આગમન રેસીડન્સી, વેલંજા, તા. ઓલપાડ, જી. સુરત) ને વાત કરી રૂ. ૫૦,૦૦૦ ઉછીના લઈ તેને પણ ભાગીદાર બનાવ્યો હતો. જો કે, થોડા જ દિવસોમાં ધંધામાં ખોટ જતાં જયંતિએ મહેશની જાણ બહાર ધંધો બંધ કરી દીધો હતો.

(4:36 pm IST)