Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

નડિયાદના સલુણમાં અગમ્ય કારણોસર નહેરમાં પડેલ યુવતીને શાળાના શિક્ષકે બચાવી લીધી

નડિયાદ:ના સલુણ ગામ પાસેથી પસાર થતી મોટી નહેરમાં એક દિકરી  કોઇ કારણોસર પડી ગઇ હતી.ધસમસતા પાણીના પ્રવાહમાં બચાવો બચાવો ની બુમો પાડતી હતી.તે દરમ્યાન એક શાળાના શિક્ષક ત્યાથી પસાર થતા હતા.તેમને આઘટના જોઇ અને પળવારનો વિચાર કર્યો વગર દિકરીનો જીવ બચાવ્યો હતો.

સલુણ ની જોષીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ખુમાનસિંહ સોઢા પરમાર શાળાએ જઇ રહ્યા હતા.તે દરમ્યાન વચે આવતી મોટી નહેરના ધસમસતા પ્રવાહમાં એક દિકરી ડુબી રહી હતી.અને બચાવો બચાવો ની બુમો પાડતી હતી.સાથે બંને કાઠે લોકોના ટોળા જોવા ઉમટયા હતા.પરંતુ કોઇ વ્યક્તિએ દિકરીને બચાવવા માટે તૈયાર ન હતુ.આ સમયે શિક્ષક ત્યાથી પસાર થઇ રહ્યા હતા.

(4:35 pm IST)