Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

આણંદના મઠિયા ચોરા પાસે મકાનમાં જુગાર રમતા 7 ઈસમોને પોલીસે 25 હજારની રોકડ સાથે દબોચ્યા

આણંદ: શહેરના મઠીયા ચોરા વિસ્તારમાં આવેલા ગોસાઈ ફળિયાના એક મકાનમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છાપો મારીને સાત શખ્સોને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને પત્તા પાના તથા રોકડા ૨૫ હજાર ઉપરાંત જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે એલસીબી પોલીસને હકીકત મળી હતી કે, ગોસાઈ ફળિયામાં રહેતો નીરજ ઉર્ફે ભયલુભાઈ ગુપ્તા પોતાના ઘરે બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે. જેથી પોલીસે છાપો મારતાં નિરજ ઉર્ફે ભયલુ, ફીરોજખાન ઉર્ફે ડેની યુસુફખાન પઠાણ, કલ્પેશભાઈ ગોરધનભાઈ ગોહેલ, અલ્પેશભાઈ ભગવાનભાઈ ગોહેલ, શંકરલાલ ભુરાલાલા વાઘરી, સમીરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તથા પ્રીતેશભાઈ પ્રવિણભાઈ વ્યાસ ઝડપાઈ જવા પામ્યા હતા.

પોલીસને પત્તા પાના તથા રોકડા ૨૫૨૨૫ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(4:35 pm IST)