Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

નડિયાદમાં ડોકટરના મકાનમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો

નડિયાદ:શહેરના કોલેજ રોડ પર આવેલ કિશન સમોસાના ખાચામાં નિમિષા ટેનામેન્ટ આવેલા છે. આ ટેનામેન્ટના ૩૨-એ નંબરના બંગલામાં રહેતા એક ડોક્ટરના બંગલોમાં હાલ રીનોવેસનની કામગીરી ચાલી રહ્યું છે. 

 


ગઇકાલે તેઓ પોતાના બંગલાના પ્રથમ માળે જવાની જાળીને લોક મારી બહાર ગયા હતા. તે સમયેે કોઇ અજાણ્યા ચોર ઇસમો જાળીનું તાળુ તોડી પ્રથમ માળે પ્રવેસ કરી એલસીડી ટીવી તેમજ ઇલેકટ્રોનીંકના વાયરોનું બંડલ ચોરી કરી ગયા હતા. જે બાબતે ડોક્ટરને આજરોજ જાણ થતા તેઓએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જોકે પ્રાથમિક તપાસમાં બંગલામાં રીનોવેસનનું કામ કરી રહેલા મજુરોમાંથી કોઇએ ચોરી કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. જે બાબતે નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

(4:34 pm IST)