Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

નર્મદા ડેમની જળસપાટી 122,06 મીટરે પહોંચી :દરકલાકે 3 સેમીનો વધારો

જળ સપાટી વધતા ડેમનું કેનાલ હેડ પાવર હાઉસનું એક યુનિટ ચાલુ કરાયું

નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાંથી 58  હજાર 526 ક્યુસેક પાણીની આવક થઈ છે.ડેમની જળ સપાટી 122.06 મીટર પહોંચી છે.ડેમમાં દર કલાકે 3 સેમીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે

  અગાઉ ડેમમાં દરવાજા નહોતા લાગયા ત્યારે ડેમ 121.92 મીટરએ ડેમ ઓવરફ્લો થતો હતો. ત્યારે હવે ડેમની જળ  સપાટી 122.06  મીટરે પહોંચી છે. ડેમની જળ સપાટી વધતા ડેમનું કેનાલ હેડ પાવર હાઉસનું એક યુનિટ ચાલુ કરવામાં આવ્યુ છે. ત્યારે પાણીની માંગ ઘટતાં મુખ્ય કેનાલમાં 4888 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે.

(2:09 pm IST)