Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સુરતના સલાબતપુરામાં 16 લાખની મતા લઇ ફરાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયા

સુરતના સલાબતપુરા વિસ્તારમાં 16 લાખનું કલેક્શન લઈને ફરાર થયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.સલાબતપુર વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીએ પોતાના માલિકની જાણ બહાર 16 લાખનું કલેક્શન કર્યુ હતું. મિત્રો સાથે મળીને જયેશ નામનો શખ્સ કલેક્શનના રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.

  ઘટના અંગેની ફરિયાદ ફેક્ટરીના માલિકે પોલીસ મથકે કરતા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને સુરતથી ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીને પોલીસે મુંબઈની એક હોટલમાંથી રોકડ રૂપિયા અને સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યો છે.

 પોલીસ પકડમાં આવેલા ત્રણ આરોપી પૈકી એક આરોપી રીઢો ગુનેગાર છે. ગુનાને અંજામ આપી તમામ આરોપીઓ ગોવા જવાની ફરાકમાં હતા. એક આરોપીએ પોતાની પ્રેમિકા માટે ઘરેણા પણ ખરીદ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે ત્રણેય આરોપીને જેલહવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(1:38 pm IST)