Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સુરતમાં પાર્કિંગના ઉઘરાણાની ફરિયાદથી પોલીસ દોડી :ફી વસુલતા લોકો ફરાર

રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ્સ અને મિલેનિયમ માર્કેટમાં પાર્કિંગના રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ ઉઠી

સુરત :રાજ્યભરમાં તમામ સ્થળો પર ફ્રી પાર્કિંગ માટે સરકાર દ્વારા આદેશ બાદ પણ કેટલાક લેભાગુઓ તેનો લાભ લેવાનું ચૂકતા નથી. સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ ટેક્સટાઇલ માર્કેટમાં એક કલાક સુધી ફ્રી પાર્કિંગ ચાર્જ લાગુ કરવા એક  જાહેરનામું બહાર પાડ્યું હતું. છતાં પણ સુરતના રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ્સ અને મિલેનિયમ માર્કેટમાં પાર્કિંગના રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. પોલીસ સ્થળ પર પહોંચતા ગેરકાયદે રીતે પાર્કિંગ ફી વસુલી કરી રહેલા લોકો રફૂચક્કર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળની મુલાકાત બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(1:34 pm IST)