Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સુરતના લેઉઆ પટેલ પરિવારના સભ્યની કિડનીનું દાન કરાતા સુરેન્‍દ્રનગરના અેક વ્‍યક્તિને નવજીવન મળ્યુ

સુરત: લેઉઆ પટેલ પરિવારે પોતાના પરિવારના સભ્યની કિડની ડોનેટ કરતાં સુરેન્દ્રનગરના એક વ્યક્તિને નવું જીવન મળ્યું. લેઉઆ પટેલ પરિવારના સભ્યની કિડની પણ દાન કરાઈ છે, તેનો ઉપયોગ રિસર્ચ માટે કરવામાં આવશે. મળેલી માહિતી પ્રમાણે, મૂળ અમરેલીના વતની અને સુરતના પૂણાગામમાં રહેતા જયસુખ બોધાણી (57 વર્ષ) રવિવારે સવારે 6.30 વાગ્યે કારગીલ ચોક પર મોર્નિગ વૉક માટે ગયા હતા. જ્યાં તેઓ સ્લીપ થતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ. જયસુખભાઈને ત્યાંથી સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમને બ્રેન હેમરેજ થયું હોવાનું નિદાન થયું. સોમવારે જયસુખભાઈને બ્રેન ડેડ જાહેર કરાયા.

જયસુખભાઈની પત્ની ચંપા (55 વર્ષ), દીકરાઓ ભાવેશ (37 વર્ષ) અને પિન્ટુ (32 વર્ષ)ને જયસુખભાઈના અંગો દાન કરવા માટે સમજાવાયા. દીકરાઓએ કહ્યું કે, જો પિતાનું અંગદાન કરવાથી કોઈને જીવનદાન મળતું હોય તો અમે તૈયાર છીએ. જયસુખભાઈના દીકરાઓ ડાયમંડ કંપનીમાં કામ કરે છે.

અમદાવાદની ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસિઝ અને રિસર્ચ સેન્ટર (IKDRC)ના ડોક્ટર્સ આવ્યા અને જયસુખભાઈની દાન કરેલી બંને કિડની અને લીવર લઈ ગયા. કિડનીને રિસર્ચ માટે રાખવામાં આવી છે. જ્યારે લીવર ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જયસુખભાઈના લીવરથી સુરેન્દ્રનગરના 34 વર્ષીય જયેશ સતપરાને નવું જીવન મળ્યું છે. એક NGOએ આ સમગ્ર પ્રક્રિયામાં સહાય કરી.

(5:48 pm IST)