Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

કામરેજના ઉંભેળ ખાતે ઓમ ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ : ગાદલા બનાવતા ગોડાઉનમાં આગ ભભુકતા બાજુનું મકાન પણ ઝપટમાં

કામરેજ , પલસાણા તેમજ બારડોલી અને કડોદરા ફાયરબ્રિગેડની 6 થી વધુ ફાયરબ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામ ખાતે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલમાં એક ગાદલા બનાવતા ગોડાઉનમાં એકાએક અગમ્ય કારણોસર આગ લાગી હતી આગ લાગતા જ ગોડાઉનમાં ગાદલા બનાવવાના ફોર્મ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ એટલી વિકરાળ બની કે બાજુમાં જ નવી બનાવેલ બિલ્ડિંગ પણ આગની ચપેટમાં આવી ગયું હતું

 આ ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા કામરેજ , પલસાણા તેમજ બારડોલી અને કડોદરા ફાયરબ્રિગેડની 6 થી વધુ ફાયરબ્રિગેડ ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આગ વિકરાળ હોવાથી 6 કલાક બાદ પણ હાલ આગ પર કાબુ મેળવાનો પ્રયાસ ફાયર બ્રિગેડની ટિમ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ બાજુની બિલ્ડિંગ આગની ચપેટમાં આવતા બિલ્ડિંગની અંદર રહેલા ગેસ સિલિન્ડરના બાટલાઓ બ્લાસ્ટ થયા હતા જેને લઈને ત્યાં આગ પર કાબુ મેળવાનો પ્રાયસ કરનાર ફાયરની ટિમ તેમજ આજુબાજુમાં જોવા માટે ઉભેલ લોક ટોળામાં નાસભાગ થવા પામી હતી ત્યારે ઘટના અંગે કામરેજ તેમજ કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાનો પ્રયાસ હાથ ધરાય રહ્યો છે.

 

(11:37 pm IST)