Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ અને વાવાઝોડા જેવો માહોલ : પ્રવાસીઓએ આહલાદક વાતાવરણની મોજ માણી

રવિવારે વરસાદી માહોલ અને કુદરતી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ધુમ્મસ છવાઈ રહેતા શનિ-રવિવારની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા સાપુતારામાં ગાઢ ધુમ્મસ અને વાવઝોડા જેવા માહોલનો લોકો આનંદ માણી રહ્યાં છે

   ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે વરસાદી માહોલ અને કુદરતી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતા પ્રવાસન સ્થળ એવા સાપુતારા ખાતે પ્રવાસીઓએ આહલાદક વાતાવરણની મોજ માણી ધન્યતા અનુભવી હતી

(8:42 pm IST)