Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

મુખ્યમંત્રી તરીકેના સફળ પાંચ વર્ષ તેમજ 65મા જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર ખાતે આશીર્વાદ - શુભેચ્છાઓ આપતા પૂજનીય ગણમાન્ય સંતગણ

 ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સફળ પાંચ વર્ષ તેમજ તા.2 ઓગસ્ટના રોજ  65મા જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે ગાંધીનગર ખાતે રાજ્યભરના ગણમાન્ય પૂજનીય સંતગણે   રૂબરૂ મળી આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી.
  પૂજનીય સંતોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત વધુ દિવ્ય- ભવ્ય બને તેમજ વધુને વધુ વિકાસના સીમા ચિન્હો સર કરે તે માટે ભગવાન કામ કરવાની ખૂબ શક્તિ આપે તેવા  મુખ્યમંત્રીને આશીર્વચન પણ આ પ્રસંગે આપ્યા હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ  પૂજ્ય સંતશ્રીઓનું સ્વાગત કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
    આ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસસ્થાને  અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ પ.પૂ.ગૌતમ સ્વામીજી, અમદાવાદ - મહામંડલેશ્વર પ.પૂ.અખિલેશદાસજી, કંજરી હાલોલ- મહામંડલેશ્વર પ.પૂ. રામશરણદાસજી,  S. G. V. P. અમદાવાદના ઉપાધ્યક્ષ  પ.પૂ. શા. માધવપ્રિય દાસજી, ઉપાધ્યક્ષ મોઢેરા પ.પૂ. અવધ કિશોર દાસજી, મહંત ખાખી વડા અમદાવાદ,પ.પૂ. મોહનદાસજી મહારાજ, ડાકોર- ભાવનગર અખિલ ભારતીય મહામંત્રી  પ.પૂ. રામચંદ્રદાસજી, કરસ્થળ પ.પૂ. દામોદરદાસજી,  પ.પૂ.ડી.કે.સ્વામી, અયોધ્યા હનુમાનગઢીના પ.પૂ. ગૌરીશંકરદાસજી,ઋષિકેશ શ્રી પ.પૂ ઈશ્વરદાસજી, કબીર મંદિર હરસુંડાના  પ.પૂ. ખેમદાસજી, કબીર મંદિર અમદાવાદના પ.પૂ. ઉગમદાસજી, અમદાવાદના પ.પૂ મહંત મોહનદાસજી, કલોલના પ.પૂ. રામ મનોહરદાસજી, બલોલના પ. પૂ.ગોપાલદાસજી, વૃંદાવનના પૂ. સનતકુમાર શરણજી, ઋષિ ગૌશાળા, પાનોલીના પૂ. માધવસ્વામી તેમજ
ચેરમેન-ગઢડા મંદિર પૂ. શા. હરિજીવનદાસજીએ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ અને  આશીર્વાદ આપ્યા હતા.

(7:45 pm IST)