Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

વેસુ VIP રોડ પર આવેલા સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા

દરોડા પાડતા ૧૮ યુવતીઓ મળી આવી : સુરતના વેસુ વીઆઈપી રોડ પર અંબે નામનું ગેરકાયદેસર સ્પા ચાલી રહ્યું હતું, પોલીસે બાતમી બાદ દરોડા પાડ્યા

સુરત,તા.૧ : સુરતમાં એક સ્પા પર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી છે. શહેરના વેસુ વીઆઈપી રોડ પર એક ગેરકાયદેસર સ્પા ચાલી રહ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચને આ વાતની બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી. મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે આ સ્પા ચાલી રહ્યું હતું. પોલીસની રેડ દરમિયાન અંબે સ્પામાંથી ૧૮ યુવતીઓ મળી આવી છે.  સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ પર અંબે નામનું ગેરકાયદેસર સ્પા ચાલી રહ્યું હતું. પોલીસને બાતમી મળી હતી. ત્યારબાદ મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચે અહીં રેડ પાડી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. સ્પામાં પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચને સ્પામાંથી ૧૮ યુવતીઓ મળી આવી હતી. ગેરકાયદેસર ચાલી રહેલા સ્પામાં ગોરખંધંધા ચાલી રહ્યાં હોવાની શંકા છે. ૧૮ યુવતીઓ સાથે ગ્રાહકો અને મેનેજર સહિત અન્ય ૭ની અટકાયત કરવામાં આવી છે.  સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલા મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે આ સ્પા ચાલી રહ્યું હતું. પોલીસે પહેલા એક ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યારબાદ અહીં ટ્રેપ ગોઠવી દરોડા પાડ્યા હતા. હાલ તો પોલીસે ૧૮ યુવતીઓની ડિટેન કરી છે. જ્યારે ગ્રાહકો અને મેનેજર સહિત ૭ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા મેનેજર સહિત અન્યની પૂછપરછ કરી રહી છે.

(7:20 pm IST)