Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પાન હોસ્પિટલ દ્વારા ચંદ્રનગર ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

શ્રી રામજી મંદિર ચોક ચન્દ્રનગર ખાતે ભાજપના નેતાઓ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : રવિવારે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ચન્દ્રનગર ગામ ખાતે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામજી મંદિર ચોક ચન્દ્રનગર ખાતે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પાન આઇસીયુ એન્ડ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ વિરમગામના સંયુક્ત ઉપક્રમે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને મેડિકલ કેમ્પમાં પ્રાથમિક નિદાન સારવાર, જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા.  દર્દીઓને નિદાન ઉપરાંત નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી. મેડીકલ કેમ્પમાં વજુભાઈ ડોડીયા, ચેતનભાઇ રાઠોડ, દિપાબેન ઠકકર, દેવાભાઇ ઠાકોર, ચંદુસિંહ દરબાર, રીનાબેન પંડ્યા, સ્પાન આઇસીયુ એન્ડ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડૉક્ટરો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ગુજરાત યુવા મહામંત્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું.

 

(4:00 pm IST)