Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના ત્રણ કોરોના વોરિયર્સનું સન્માન થતા આનંદ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન તંત્ર સાથે ખભે ખભા મિલાવી ઘણી સારી સેવાકીય કામગીરી કરનાર સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળાના હોદેદારોએ સમાજનું નામ અવ્વલ નંબરે પહોચાડ્યું છે ત્યારે હાલમાં સમાજના ત્રણ સેવાભાવીઓમા ડો.ઉમાકાન્ત શેઠ, ગુંજનભાઈ મલાવીયા અને અજિતભાઈ પરીખ નાઓએ કોરોના કાળ દરમ્યાન કરેલ સેવાકીય કામગીરી બદલ કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્ર આપી ભારતીય જનતા પાર્ટીએ પણ સન્માન કરતા સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી, આ ત્રણેય કોરોના વોરિયર્સને સમાજ અને મિત્ર વર્તુળોમાંથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

(10:58 am IST)