Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સિવિલમાં પાંચ દિ'ની બાળકી પર હાઈટ્સ હર્નિઆની સર્જરી

દસ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું : ગરીબ માતા-પિતાને બાળકીનો જીવ બચતા રાહત થઈ

અમદાવાદ, તા. ૧ : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અને મધુબેનના ત્યાં 'લક્ષ્મીલ્લનો જન્મ થતાં સમગ્ર પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતું. પરંતુ આ ખુશીની સાથે-સાથે ચિંતાની લાગણી પણ જન્મી હતી. નવજાત બાળકીની હોજરી છાતીના ભાગમાં હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ હતી.બાળકીનો જન્મ ખાનગી નર્સિંગ હોમમાં થયો હતો. ૨ કિલો વજન ધરાવતી બાળકીને જન્મના ૨ કલાકમાં જ શ્વાસ લેવાની તકલીફ થતાં ખાનગી હોસ્પિટલના એનઆઇસીયુ માં શિફ્ટ કરવામાં આવી હતી.

            જ્યાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી ત્યારબાદ સીટી સ્કેન કરાવવામાં આવતા 'હાઈટસ હર્નિઆલ્લની તકલીફ હોવાનું જણાઈ આવ્યુ. ખાનગી હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવા માટે રૂ. ૨ લાખ જેટલો ખર્ચ જણાવતાં બાળકીના પિતા આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી કર્યુ. સિવિલ હોસ્પિટલ ખાતે તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું.આ જટિલ ઓપરેશન વિશે પિડિયાટ્રિક્સ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી જણાવે છે કે "નવજાત બાળકીની હોજરી છાતીના ભાગમાં હતી જેથી બાળકી સ્તનપાન કરવા સક્ષમ ન હતી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી  રહી હતી. 

બાળકીનું ઓપરેશન કરી તેની હોજરી જે છાતીના ભાગમાં હતી તેને નીચે લાવવામાં આવી. ઉદરપટલનો જે ભાગ મોટો હતો તેને ટાંકા લઈને સાંકળો કરવામાં આવ્યો. અન્નનળીના હોજરી સાથેના જોડાણને સામાન્ય બનાવવામાં આવ્યું છે.ડૉ. જોશીએ વધુમાં ઉમેર્યુ કે, 'હાઈટસ હર્નિઆલ્લ એટલે કે છાતી અને પેટ બંન્નેને જુદો પાડતો ભાગ હોય જેને ઉદર પટલ કહેવાય છે. ઉદર પટલમાંથી અન્નનળી જે જગ્યાએથી બહાર નીકળે અને પેટમાં પહોંચી હોજરી સાથે જોડાય તેને હાઈટસ કહેવાય છે.અન્નનળી અને હોજરી વચ્ચે વધુમાત્રામાં જગ્યા હોવાના પરિણામે બાળકી સ્તનપાન કરી શકતી ન હતી. ધીમે-ધીમે હોજરી ફુલવાના પરિણામે ફેફસાં પર દબાણ વધી જતાં શ્વોસોશ્વાસમાં તકલીફ સર્જાઇ.જો આ પ્રકારના કિસ્સામાં વધારે પડતું મોડું કરવામાં આવે તો હોજરી ફાટી પણ શકે છે અથવા એની અંદર વળ ચડીજાય, કાણું પડી જાય અથવા હોજરી ખરાબ થવાની પણ શક્યતા રહેલી છે. આ ઓપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના ડૉ. શકુંતલા ગોસ્વામીની અને તેમની ટીમની તબીબી કુશળતાના કારણે જટિલ ઓપરેશન સરળતાથી પાર પડ્યુ. ઓપરેશનના ૩ દિવસ બાદ બાળકીને ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું અને ચોથા દિવસથી તેને બ્રેસ્ટ ફીડીંગ (સ્તનપાન) ચાલુ કરવામાં આવ્યું. હવે આ બાળકી ખૂબ જ સારી રીતે સ્તનપાન કરી રહી છે. નવજાત બાળકીએ જ્યારે ૧૦ દિવસ પછી માતાનું ધાવણ આરોગ્યું ત્યારે તેની માતાનાં આંખમાં હર્ષનાં આંસુ જોવા મળ્યાં હતાં.સેન્સર્સની મદદથી એએમસીને રુપિયાની પણ બચત થશે, કારણ કે લાઇટ કામ કર છે કે નહીં તે જોવા માટે દિવસ દરમિયાન પણ આ લાઇટ ચાલુ રાખવી પડતી હતી. જે હવે નહીં રાખવી પડે જેથી એએમસીને વીજ બિલમાં રાહત મળશે. આ ઉપરાંત લાઇટને ચાલુબંધ અને ઇન્સ્પેક્શન કરવાની જવબાદારી ઓછી થવાથી ફ્રી થયેલા કર્મચારીઓનો એએમસી અન્ય વિભાગોમાં ઉપયોગ કરી શકશે.

(9:34 pm IST)