Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના શતાબ્દી વર્ષની ઉજવણી: બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કેમ્પમાં મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ મૌલાના મિશબા રંગારા મૌલાના ઇમરાન બેલીમ તેમજ મૌલાના અબ્દુલ્લા શેખ દ્વારા પણ બ્લડ ડોનેશન કરાયું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ રેલવેમાં કર્મચારીઓના હિત માં કાર્યરત યુનિયન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ની સ્થાપના 1 ઓગસ્ટ 1920 ના રોજ થઈ હતી. જેના આજે આ યુનિયન ના 100 વર્ષ પુરા થતા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન અને વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા વલસાડ યુનિયન ઓફીસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં  76 યુનિટ રક્ત એકત્ર થયુ હતું.
           આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે ની યુનિયન ઓફીસ માં જનરલ સેક્રેટરી જે.આર. ભોસલે ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડે તેમજ અન્ય વક્તા ઓ નું  વિડ્યો કોનાફર્સ દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ ઓપરેશનલ મેનેજર વિનીત અભિષેક અને વલસાડ ના મામલતદાર મનસુખ વસાવા ના હસ્તે કેક કાપી શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉમિયા સોસિયલ ગ્રુપ ના અશોકભાઈ ગો કોરોના વલસાડ ગ્રુપના કોડીનેટર નિલેષ ભાઈ અજાગીયા, ભાસીન દેસાઈ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ના ડિવિઝનલ ચેરમેન પ્રકાશ સાવલકર વલસાડ બ્રાચ ના સેક્રેટરી હુસેન બેલીમ, સંજય સિંહ, સ્મિતા પટેલ તેમજ અન્ય કાર્યકર્તા  તેમજ વલસાડ મુસ્લિમ સમાજ ના બુરહાન ટેલર, હમઝા સૈયદ, ઈમ્તિયાઝ રંગારા ઉપસ્થિત રહ્યા હતાં.
 આજના બ્લડ ડોનેશન કેમ્પમાં 20 જણા નું હિમોગ્લોબીન ઓછું હતું અને પ્રેશર વધુ આવ્યું હતું. તેમને જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
 આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ના રોબિનશન જેમ્સ, જયેશ પટેલ, કિશોર પટેલ, તુષાર મહાજન, વીનય પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.
           આ કેમ્પ માં મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ મૌલાના મિશબા રંગારા   મૌલાના ઇમરાન  બેલીમ તેમજ મૌલાના અબ્દુલ્લા શેખ દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને મુસ્લિન ધર્મ ગુરુ દ્વારા  મુસ્લિમ સમાજ માં  આગળ આવી બ્લડ ની જ્યારે પણ જરૂર પડે તો બ્લડ ડોનેટ કરવા અપીલ પણ કરવામાં આવી હતી.

(9:23 pm IST)