Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

શાળાના આચાર્ય અને શિક્ષકો સામેના પગલાં રદ કરાયા

મ્યુનિસિપલ શાળામાં પરિક્ષા લેવાની ઘટના : આચાર્યને તેમજ શિક્ષકોને ક્લિનચીટ આપી સમગ્ર આરોપ એનએસયુઆઇ ઉપર થોપી દેવામાં આવ્યો

અમદાવાદ, તા. : સામાન્ય વ્યક્તિ જો ભૂલ કરે તો તેને દંડવામાં આવે છે પરંતુ શાળાએ વિદ્યાર્થીઓ બોલાવી પરીક્ષા લેવાના મામલા માં નાટ્યાત્મક વળાંક જોવા મળ્યો છે. સ્કૂલબોર્ડ જે આચાર્યને સસ્પેન્ડ કર્યા હતા અને જે શિક્ષકોની સામે પગલાં ભર્યા હતા તે રદ કરાયા છે. જે મામલામાં આચાર્યને અને શિક્ષકોને ક્લીનચીટ આપી સમગ્ર આરોપ એનએસયુઆઇ પર થોપી દેવાયો છે. અને સમગ્ર મામલમાં પડદો પડી દેવાયો છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું તેવામાં એકમ કસોટી નું આયોજન એક આશ્ચર્ય પમાડે તેવી વાત હતી.તેમાંય એલિસબ્રિજ ની શાળામાં એકમ કસોટીના નામે બાળકો શાળાએ બોલાવવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર એનએસયુઆઇ નું કાવતરું હોવાનો આક્ષેપ સ્કૂલબોર્ડ ના ચેરમેને કર્યો છે અને એલિબ્રિજ શાળાના પ્રિન્સિપાલ સામે સસ્પેન્સન પાછું ખેંચાયું છે અને અન્ય ચાર શિક્ષકોને ફરજ પર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. અંગે સ્કૂલબોર્ડ ના ચેરમેન ધીરેન્દ્ર સિંહ તોમર જણાવ્યું કે બોર્ડ તરફથી આચાર્ય અને શિક્ષકો ને સ્પષ્ટ સૂચના હતી કે બાળકોને બોલાવવાના નથી તો શિક્ષકો બાળકોને શા માટે શાળાએ બોલાવે. અને દરેક વર્ગના થઈ ૨૦૦થી ૩૦૦ બાળકની જગ્યાએ માત્ર ૧૦ કે ૧૫ બાળકો હતા એનો મતલબ છે કે મીડિયા માં વિડિઓ વાયરલ કરનાર એનએસયુઆઇ ના આગેવાનો બાળકોને લઈને શાળાએ આવ્યા હશે. અને મામલે સ્કૂલબોર્ડ ને બદનામ કરવા ષડ્યંત્ર રચાયું છે.શિક્ષકો અને આચાર્ય ના જવાબની સંતુષ્ટિ બાદ કાર્યવાહી રદ કરાઇ છે

          બીજી તરફ એનએસયુઆઇ ના મહામંત્રી ભાવિક સોલંકી સ્કૂલના સીસીટીવી તપાસવા માંગ કરી છે. તેમણે જણાવ્યું કે શાળાએ બાળકોને બોલાવવા આચાર્ય અને શિક્ષકો ને સૂચના આપનાર સ્કૂલબોર્ડ ના અધિકારીઓ મુદ્દે જવાબદાર છે તેમને બચાવવા માટે અને તેમના નામ જાહેર ના થાય માટે સસ્પેનશન રદ કરવામાં આવ્યું છે.તે સમયે મીડિયા સમક્ષ શિક્ષકોએ સ્પષ્ટ કહ્યું હતું કે એકમ કસોટી માટે બોલાવ્યા છે. મહત્વનું છે કે હાલ તો એલિસબ્રિજ ની શાળામાં બાળકોને બોલાવવામાં જે વિવાદ સર્જાયો હતો તે મામલે હવે રાજકારણ ગરમાયુ છે સ્કૂલ બોર્ડ અને કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઇ સામસામે આવી ગયા છે. અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે મામલો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તો નવાઈ નહિ.

(8:01 pm IST)