Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અમદાવાદન ઓઢવમાં સગીરે મસાલો ખાવા માટે રૂ.10 નહિ આપતા ઘાતકી હુમલો :યુવકને કટારના ત્રણ ઘા ઝીક્યાં

સગીરે કટાર કાઢી યુવકને હોઠ,ગળા અને પેટના ભાગે ત્રણ ઘા મારી જીવલેણ હુમલો કર્યો

અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં માત્ર રૂ.10 જેવી મામુલી રકમ માટે 17 વર્ષના સગીરે હત્યાની કોશિશ જેવો ગંભીર ગુનો આચર્યો હતો. દશામાં વ્રતના જાગરણના દિવસે રાત્રે મિત્રો પાસે બેઠેલા યુવક પાસે જઈ મસાલો ખાવા માટે 10 રૂપિયા માંગ્યા હતા. યુવકે પૈસા ન હોવાનું કહેતા ઉશ્કેરાયેલા સગીરે કટાર કાઢી યુવકને હોઠ,ગળા અને પેટના ભાગે ત્રણ ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી સગીરને પોલીસ નજર હેઠળ રાખ્યો છે.

ઓઢવ વિસ્તારમાં છગન હેમાની ચાલીમાં રહેતો ચિરાગ ગિરીશ પરમાર બુધવારે રાત્રે તેના મિત્રો સાથે બેસી વાતચીત કરતો હતો. તે સમયે વિસ્તારમાં રહેતો અમિત (નામ બદલ્યું છે)ત્યાં આવ્યો હતો.

અમિતએ ચિરાગને જણાવ્યું કે,ઘરે દશા માં બેસાડ્યા છે.આજે જાગરણ હોવાથી તું મને મસાલો ખાવાના પૈસા આપ” પરંતુ ચિરાગે પૈસા ન હોવાનું કહી નાપાડી હતી. આથી ઉશ્કેરાયેલો અમિત ઘરે જઈ કટાર લઈ આવ્યો હતો. અમિતે ચિરાગને કટારના ઉપરાછાપરી ત્રણ ઘા મારી દીધા હતા. જેમાં ચિરાગને હોઠ,ગળા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

બનાવને પગલે ઈજાગ્રસ્ત ચિરાગને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. ચિરાગની પત્નીની ફરિયાદને પગલે ઓઢવ પોલીસે અમિત વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા અમિતને અટક કરી તેનો કોરોના રિપોર્ટ ના આવે ત્યાં સુધી પોલીસ નજરમાં રાખ્યો છે. રૂ.10ના મસાલા માટે ઘાતકી હુમલો કરનાર અમિતના ગુનાહીત કૃત્ય અંગે પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.

(6:48 pm IST)
  • કાલે વિજયભાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવણીની બેઠક : ૭૧માં રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટના આજી ડેમ વિસ્તાર ખાતે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન નિર્માણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨ના રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાશે : જેમાં ૫૦ જેટલા પદાધિકારીઓ - અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે હાજર રહેશે access_time 12:54 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST

  • સોમથી બુધ વચ્ચે મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ૪ ઇંચથી વધુ વરસાદ ખાબકવા આગાહી : ચોમાસુ ડીપ્રેશનને લીધે એકદંરે મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડશે તેમ જાણીતા વેધર એનાલીસ્ટ અશોક દેવરસે ટવીટર દ્વારા જાહેર કર્યું છે. અત્યારે પ્રવર્તમાન ભારે ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળશે access_time 1:18 pm IST