Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

બાયડ:બાયડ-કપડવંજ હાઇવે નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બને વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

બાયડ:બાયડ - કપડવંજ હાઈવે  ઉપર કાળાજીના મુવાડા પાસે ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોના ગંભીર ઇજાથી મોત નિપજ્યા હતા. જયારે કન્ટેઇનરમાં બેઠેલા અન્ય એકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. 

બાયડ પોલીસ સ્ટેશનના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કન્ટેનર ગાડીના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી રોંગ સાઈડ આવીને  સામેથી આવતી આઈવા ગાડી (ડમ્પર)ને  ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ગાડીના ચાલક રામસિંહ ઝાલાને ગંભીર ઈજા થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. કન્ટેનર ચાલક પ્રકાશસિંહ જયસિંહ રાજપુતનું મોત નિપજ્યું હતું. તેમજ કન્ટેનરમાં બેઠેલા ધર્મેન્દ્ર મીનાને ગંભીર ઈજા પહોંચી હતી. બાયડ પોલીસે ભદ્રેશ ભવાનસિંહ વાઘેલા (રહે.વડોલ, તા.કપડવંજ)ની ફરીયાદના આધારે કન્ટેનર ગાડીના ચાલકના વિરૃધ્ધ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી ધરી હતી.

(5:09 pm IST)
  • અંત સમયમાં ભગવાન જ યાદ આવે છે : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રામમંદિરના નિર્માણને આવકારતો વિડિઓ વાઇરલ કરતા ભાજપ આગેવાન કૈલાસ વિજય વર્ગીયનો કટાક્ષ : અત્યાર સુધી કોંગ્રેસ આગેવાનો રામના પાત્રને કાલ્પનિક ગણાવતા હતાં : હવે સદબુદ્ધિ આવી તે બાબત આવકારદાયક access_time 7:59 pm IST

  • શહેરમાં આજથી માસ્ક નહી પહેરનારને રૂ. પ૦૦નો દંડ ફટકારવાનુ શરૂ : રાજકોટ : રાજય સરકારનાં આદેશ મુજબ આજથી મ્યુ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનાર નાગરિકો પાસેથી રૂ. પ૦૦ લેખે દંડ વસુલવાનુ શરૂ બપોર સુધીમાં ૧૦ હજારથી વધુનાં દંડની વસુલાત access_time 3:26 pm IST

  • શ્રીલંકાના કોલંબો બંદર પરના તમામ કામકાજ શુક્રવારે સાંજે, ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ (ઇસીટી) ભારતને લીઝ પર આપવાના વિરોધમાં, સ્ટોપ કરી દેવામાં આવ્યા. શ્રીલંકાના પોર્ટ ઓથોરિટી દ્વારા જ તમામ ઇસીટી કામગીરી શરૂ કરવા સત્તાધિકારીઓને અપીલ કરવા કોલંબો પોર્ટના તમામ ટ્રેડ યુનિયનો દ્વારા આ વિરોધ દર્શાવતા દેખાવો યોજાયા હતા access_time 10:20 pm IST