Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

''જીતશે ગુજરાત, હારશે કોરોના'' નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કરતા વિજયભાઇ રૂપાણી

વિશ્વ વ્યાપી મહામારી સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદર્યો : મૃત્યુદર હવે ઘટી ને ૩.૯૭ ટકા થઇ ગયો

રાજકોટ, તા. ૧ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના  સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદરીને 'જિતશે ગુજરાત, હારશે કોરોના'નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું છે

મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં ૧૯ માર્ચ ૨૦૨૦ના કોરોનાનો પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી આરોગ્ય તંત્રને સતત ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટથી કોરોના સંક્રમણ-નિયત્રંણ માટે  માર્ગદર્શન આપતા રહ્યા છે.

 શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં કોરોના સંક્રમિત વ્યકિતઓને આરોગ્ય પરીક્ષણ-ટેસ્ટિંગ દ્વારા શોધી કાઢી તેમની સમયસર ભાળ મેળવી સારવાર માટે કરેલી તાકીદને પગલે રાજયમાં ટેસ્ટીંગની સંખ્યા ઉત્ત્।રોતર વધતી જાય છે .

 ગઇકાલે ૩૧ જુલાઇ સુધીમાં સમગ્ર રાજયમાં ૭,૬૪,૭૭૭ ટેસ્ટ કોરોના અંગેના કરવામાં આવ્યા છે.

 માત્ર જુલાઇ મહિનામાં જ ૩,૯૧,૧૧૪ ટેસ્ટ આરોગ્ય વિભાગે કર્યા છે.

 રાજયમાં પાછલા પખવાડિયામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમિતોને શોધી કાઢવા ઝુંબેશ શરૂ કરવી ને ટેસ્ટીંગમાં પણ નોંધપાત્ર વધારો કરાવ્યો છે .

  તદનુસાર એપ્રિલ મહિનામાં ૬૪,૦૦૭ ટેસ્ટ થયા હતા તે મે મહિનામાં  વધી ને ૧,૪૭,૯૨૩ અને જૂનમાં ૧,૬૧,૭૩૩ કોરોના ટેસ્ટ થયા છે .

 ૩૧ જૂલાઇના રોજ ગુજરાતમાં દર ૧૦ લાખે રોજના   ટેસ્ટીંગની સંખ્યા ૪૧૦.૮૩ની રહેવા પામી છે જે ICMR પર ડે પર મિલિયન ૧૪૦ની ગાઇડ લાઇનના લગભણ ત્રણ ગણી થવા જાય છે

 મુખ્મંત્રીશ્રીએ રાજયના આરોગ્ય વિભાગ અને મહાનગરોના સ્થાનિક સત્ત્।ા તંત્રોને કોરોના નિયંત્રણ સારવાર માટેના ત્વરિત પગલાઓ-ઉપાયો માટે સતત આપેલા દિશા નિર્દેશોને પરિણામે ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેઇટ અન્ય રાજયો કરતા દ્યણો ઉંચો ૭૩.૦૯ ટકા છે.  તેમજ મૃત્યુદર હવે દ્યટીને ૩.૯૭ ટકા થઇ ગયો છે .

શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના ની આ  મહામારીને ગુજરાતના મહાનગરોમાં નાથવા તેમજ સંક્રમિતો શોધી કાઢી સારવાર ફોલોઅપ માટે દ્યર આંગણે આરોગ્ય તપાસની સુવિધા મહાનગરના સત્ત્।ા તંત્રો દ્વારા નાગરિકોને સહજતાથી ઉપલબ્ધ બનાવી છે.

 ખાસ કરીને અમદાવાદ મહાનગરમાં દ્યનવંતરી રથ, ૧૦૪ ફિવર હેલ્પલાઇન, સંજીવની વાન અને ખાનગી હોસ્પિટલની કોવિડ-૧૯ નિયંત્રણ, સારવારમાં સક્રિય ભાગીદારી જેવી બાબતો ષ્ણ્બ્હ્ય્ વિશ્વના અને દેશના અન્ય શહેરો માટે કોવિડ મેનેજમેન્ટના કેસ સ્ટડી પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કરવા સુચવ્યું છે

 WHOનામુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વયં આ બધી જ સારવાર સુશ્રુષા વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન  નિહાળીને અમદાવાદ કોવિડ મેનેજમેન્ટની સમગ્રતયા સરાહના કરી છે .

 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ સી.એમ.ડેશ બોર્ડ દ્વારા નગરો-ગ્રામિણ ક્ષેત્ર સુધીની હોસ્પિટલોમાં કોરોના સારવાર-તબીબી સુવિધા ટેસ્ટીંગ વગેરેની નિગરાની રાખીને માર્ગદર્શન આપતા રહે છે

 મુખ્યમંત્રીશ્રી ના નેતૃત્વમાં કોરોના નિયંત્રણ ના  બધા જ સદ્યન ઉપાયો અને ઉપચારાત્મક પગલાંઓથી  હવે ગુજરાતે કોરોનાને મ્હાત આપવા કમર કસી  છે.

(3:51 pm IST)
  • કચ્છ રાપર વિસ્તારમાં ભૂકંપનો ઝટકો : 9:03 મિનિટ 2.9 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો: કેન્દ્રબિંદુ 25 કી.મી સાઉથ સાઉથ ઇસ્ટ ધોળાવીરા: આજના દિવસનો આ ચોથો આંચકો: રાત્રીથી સવાર સુધી કચ્છમાં 1 તીવ્રતા ની આસપાસના 3 આંચકા નોંધાઈ ચુક્યા છે access_time 11:07 am IST

  • " બકરી ઈદ " : વડાપ્રધાન શ્રી મોદીએ બાંગ્લાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને ' બકરી ઈદ ' ની શુભેચ્છા પાઠવી : કોવિદ -19 મહામારી અટકાવવા લીધેલા પગલાંની પ્રસંશા કરી : દરેક સંજોગોમાં ભારત મદદરૂપ થશે તેવી ખાતરી આપી access_time 1:48 pm IST

  • રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન દ્ધારકાધિશના દશઁન કરી શિશ જુકાવી અને કોરોના માથી વિશ્ર્વ મુક્ત થાય તે માટે પ્રાથના કરી access_time 10:44 pm IST