Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ચાઇનીઝ પ્રોડકટસના બહિષ્કાર માટે સુરતના રેસ્ટોરન્ટનું અનોખુ અભિયાન : ગ્રાહકોને ભેટમાં આપે છે ખાસ ટી-શર્ટ

સુરત તા. ૧ : ગલવાન ખીણમાં ચીનની નલાયકી બાદ ભારતમાં ચીન અને ચાઈનીઝ પ્રોડકટ્સ પ્રત્યે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ચીની પ્રોડકટના વિરોધનો સૂર હવે વધુ જોર પકડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાનગીઓ માટે પ્રખ્યાત સુરતની એક રેસ્ટોરન્ટ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પાર્સલ લેવા આવનાર લોકો જો આર્મી રિલિફ ફંડમાં પોતાનું યોગદાન આપશે તો તેઓને એક ખાસ ટીશર્ટ ગિફટ કરવામાં આવે છે. આ ટીશર્ટ ની પાછળ લખ્યું છે 'ચાઇનાના પ્રોડકટ્સનો બહિષ્કાર..'

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા દક્ષિણ ગુજરાત વાનગીઓ માટે પ્રખ્યાત રેસ્ટોરેન્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. રેસ્ટોરન્ટમાંથી વાનગીઓ હોમ ડિલિવરી લેવા માટે આવનાર ગ્રાહકોને સ્પેશિયલ ઓફર આપવામાં આવી છે. જો ગ્રાહકો રેસ્ટોરન્ટમાં મૂકવામાં આવેલા આર્મી રિલિફ ફંડના બોકસમાં જે કઈ પણ યથા શકિત યોગદાન આપશે તો તેઓને રેસ્ટોરન્ટ સંચાલક દ્વારા ખાસ ટીશર્ટ ઉપહાર સ્વરૂપે આપવામાં આવે છે. યોગ દાનની રકમ ભલે કેટલીય ઓછી હોય પરંતુ રેસ્ટોરન્ટ તરફથી આ ઉપહાર ચોક્કસથી ગ્રાહકોને આપવામાં આવે છે.

જે ટી શર્ટ સંચાલકો દ્વારા આપવામાં આવે છે તેમાં એક ખાસ સંદેશો લખવામાં આવ્યો છે. ટીશર્ટ પર લખવામાં આવ્યું છે કે લોકો દ્વારા ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર કરવામાં આવે. રેસ્ટોરન્ટના માલિક પ્રભાત શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગલવાનમાં જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે. ભારત સાથે બિઝનેસનીઙ્ગ કમાણીથી આર્થિક મજબૂતાઈ મેળવી આપણા જ સૈનિકોને શહીદ કરવામાં આવ્યા હતા. જેથી લોકોમાં ગુસ્સો છે અને લોકો ચાઈનીઝ પ્રોડકટને બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય લોકો ભૂલી ન જાય આ માટે અમે આ ખાસ મુહિમ શરૂ કરી છે. જે લોકો ફંડ બોકસમાં યોગદાન આપતા હોય છે આવા ગ્રાહકોને અમે આ ટીશર્ટ આપીએ છીએ. જેથી ગ્રાહકો જયારે આ ટી-શર્ટ પહેરે ત્યારે અન્ય લોકો પણ આ સ્લોગનને જોઈ જાગૃત થાય અને ચીનના પ્રોડકટનો બહિષ્કાર કરે અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપે.

(2:29 pm IST)
  • રાજકોટમાં આજે 131 લોકો માસ્ક વિનાનાં દંડાયા :65500નો દંડ: આજથી 500નો દંડ વસુલતુ મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ તંત્ર: સૌથી વધુ વોર્ડ નં.1માં 13 લોકો ઝડપાયા: વોર્ડ નં. 7માં બધા માસ્ક પહેરી નિકળ્યા access_time 8:15 pm IST

  • GST કલેક્શનમાં જબરો ઘટાડો:જુલાઈ, 2020 માં એકત્રિત કરવામાં આવેલી જીએસટીની કુલ આવક ઘટીને રૂ. 87,422 કરોડ થઈ છે : સીજીએસટી: રૂ .16,147 કરોડ: એસજીએસટી: 21,418 કરોડ : આઇજીએસટી: 42,592 કરોડ : સેસ: 7,265 કરોડ access_time 10:18 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની બદલી,:નવા DSP તરીકે 2010 બેચના સુનીલ જોશીની નિમણુક access_time 12:53 am IST