Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અમદાવાદ પોલીસ કમિશ્નરની જાહેરાતના વિલંબ પાછળ 'ઇદ' જવાબદાર કે પછી કોને મુકવા તેની અવઢવ?

ભાવી મુખ્ય પોલીસ વડા સંજય શ્રી વાસ્તવને લાંબા સમયથી ફિલ્ડ બહાર હોવાથી તેમને સીપી બનાવી રીફ્રેશર કોર્ષ કરાવવા સલાહકારોનો મત : બીજો મત એવો છે કે અમદાવાદનો બહોળો અનુભવ ધરાવતા અજયકુમાર તોમર પોલીસ અને લોકો વચ્ચે સેતુરૂપ હોવાથી તેમની પસંદગી જરૂરીઃ અમદાવાદ પોલીસ કમિશ્નરનો પેચીદો મામલો ઉકેલાવા સાથે આઇપીએસ કક્ષાએ બઢતી-બદલીના હુકમો નિકળશે

રાજકોટ, તા., ૧: ભારે ઉતેજના અને ઉત્કંઠા તથા આતુરતા વચ્ચે રાજયના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને પસંદગી કરતી જાહેરાત રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી, પરંતુ અમદાવાદનું પોલીસ કમિશ્નર પદ ખાલી પડયુ તે સ્થાન પર કોની પસંદગી કરી તેવા સવાલોની પત્રકારોએ જડી વરસાવતા પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના નવા પોલીસ કમિશ્નરનો નિર્ણય  બે દિવસમાં લેવાઇ જશે તેવુ જણાવી વાત ટુંકાવી હતી.

એક કારણ એવું આપવામાં આવે છે કે  ગઇકાલે આશિષ ભાટિયાએ ડીજીપી પદનો ચાર્જ સંભાળ્યો પરંતુ આજે ઇદનો તહેવાર અને મહત્વના બંદોબસ્તની રણનીતી આશિષ ભાટિયાએ તૈયાર કરી હોવાથી કોઇ નવા અધિકારીને ચાર્જ સોંપવાથી સર્જાનારી સમસ્યા ધ્યાને લઇ આ નિર્ણયમાં વિલંબ કરવામાં આવ્યો.

જાણકારોના મતે અમદાવાદના પોલીસ કમિશ્નર પદે ડીજીપી કક્ષાના સીઆઇડી વડા  સંજય શ્રીવાસ્તવની પસંદગી કરવી કે પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને મુકવા તેનો નિર્ણય કરવામાં વિલંબ સર્જાઇ રહયો છે.

ઉકત બંન્ને અધિકારીઓ ખુબ જ સક્ષમ  અને ઉમદા છાપ ધરાવતા અધિકારીઓ છે  રાજય સરકારને સલાહકારો દ્વારા એવી સલાહ આપવામાં આવી છે કે ૨ વર્ષ પછી આશિષ ભાટિયા નિવૃત થાય ત્યાર બાદ સંજય શ્રીવાસ્તવ સિનીયોરીટી અને મેચ્યોરીટી તથા કામની ધગશને કારણે મુખ્ય ડીજીપી પદ માટે હક્કદાર થશે.

સંજય શ્રીવાસ્તવ લાંબા સમયથી એકઝીકયુટીવની બહાર છે આવા સંજોગોમાં તેઓને મુખ્ય ડીજીપી બનાવતા મેટ્રોસીટીમાં  પોલીસ કમિશ્નર પદ આપવામાં આવે તો તેઓ માટે રીફ્રેશર કોર્ષ જેવું થઇ જશે અને રાજયના મુખ્ય પોલીસ વડા પદ માટે એકદમ ફીટ બની જશે.

બીજો એક વર્ગ અમદાવાદ પોલીસ તંત્રનો બહોળો અનુભવ ધરાવતા લોકો અને  પોલીસ વચ્ચે સેતુરૂપ એવા અજય તોમરને  પોલીસ કમિશ્નર પદે મુકવા માટે સુચવી રહયા છે. આવા સંજોગોમાં રાજય સરકારે અંતીમ નિર્ણય માટે સમય લીધાનું માનવામાં આવી રહયું છે.

(12:59 pm IST)
  • રાજયસભાના સાંસદ અમરશીનું નિઃધન : છેલ્લા છ મહીનાથી બિમાર હતાઃ સીંગાપુરમાં ચાલી રહી હતી સારવારઃ સાંસદ અમરશી સમાજવાદી પાર્ટીના નેતા હતા. access_time 4:58 pm IST

  • રાજસ્થાનઃ હકીકતે ગેહલોત પાસે ૧૦૯ નહિ પણ ૯૯ જ ધારાસભ્યો છેઃ ૯૯માંથી ૯ર જ જયપુરથી જેસલમેર પહોંચ્યાઃ ર૦૦ સભ્યોના ગૃહમાં ૧૦૧નું સંખ્યાબળ જરૂરી છેઃ સીપીએમના ધારાસભ્યના ટેકા પર સરકાર ટકી છે access_time 3:54 pm IST

  • કાલે વિજયભાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવણીની બેઠક : ૭૧માં રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટના આજી ડેમ વિસ્તાર ખાતે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિક વન નિર્માણ કાર્યક્રમ આવતીકાલે તા. ૨ના રવિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ યોજાશે : જેમાં ૫૦ જેટલા પદાધિકારીઓ - અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે હાજર રહેશે access_time 12:54 pm IST