Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

આતંકવાદ-સાયબર ક્રાઇમ જેવી જાગૃતિ 'માસ્ક' માટે જરૂરીઃ આશિષ ભાટિયા

સમાજના નબળા વર્ગના લોકો- વૃધ્ધો- મહિલાઓ વિરૂધ્ધના અપરાધોમાં લાપરવાહી નહિ ચલાવાયઃ રાજયના નવા મુખ્ય પોલીસ વડા સાથે અકિલાની વાતચીત

નવા પોલીસ  વડા તરીકે આશિષ ભાટિયાએ ચાર્જ સંભાળ્યોઃ ગુજરાતના નવા પોલીસ વડા તરીકે દિલ્હીથી મોકલાયેલી ત્રણ નામોની પેનલમાંથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આશિષ ભાટિયા પર પસંદગી ઉતારતા નિવૃત થયેલા ડીજીપી શિવાનંદ ઝા પાસેથી ચાર્જ સંભાળતા આશિષ ભાટિયા તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટ, તા., ૧: રાજયમાં આતંકવાદ-સાયબર ક્રાઇમ, ઘુસણખોરી રોકવા માટેના  તમામ પ્રયાસોની સાથોસાથ લોકોને કોરોના વાયરસની મહામારીથી બચાવવા માટે લોકોમાં જાગૃતી લાવવા 'માસ્ક'નો વપરાશ લોકો કરે તે માટે કડકાઇથી અમલ જેવી કડવી દવા લોકોના હિત માટે કરવામાં આવશે તેમ ગુજરાતના નવનિયુકત પોલીસ વડા આશિષ ભાટિયાએ અકિલા સાથેની વ્યસ્ત શેડયુલ વચ્ચે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

૧૯૮૫ બેચના મૂળ હરીયાણાના સ્વચ્છ ધરાવતા અને કોઇ પણ પરિસ્થિતિમાં વિચલીત થયા વગર કામ કરવાની સાથે તિવ્ર યાદશકિત  ધરાવતા આ સિનીયર મોસ્ટ આઇપીએસે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે સમાજના ગરીબ (આર્થિક રીતે નબળા) લોકો-વૃધ્ધો અને મહિલાઓ વિરૂધ્ધના ગુન્હાઓમાં કોઇ પણ જાતની લાપરવાહી ચલાવવામાં નહિ આવે તેવો સ્પષ્ટ સંદેશો રાજયભરનાં પોલીસ કમિશ્નરો-રેન્જ વડાઓ અને જીલ્લા પોલીસ વડાઓને આપી દેવાયો છે.

રાજયમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેવું જડબેસલાક નિયંત્રણ મુકવા સાથે સાયબર ફ્રોડના વધતા જતા બનાવો સામે જીલ્લા કક્ષાએ તથા સ્ટેટ લેવલે ઉભા કરેલા સાયબર સેલની કામગીરી અસરકારક રહે તે માટે સતત સમીક્ષા કરવામાં આવશે.

અમદાવાદના પોલીસ કમિશ્નર પદેથી  મુખ્ય ડીજીપી બનેલા આશિષ ભાટિયાને અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અન્યોની નિમણુંક ન થાય ત્યાં સુધી ચાર્જ રાખવા ગૃહ મંત્રાલયના સુચન મુજબ આશિષ ભાટિયાએ  ગઇકાલે ચાર્જ સંભાળતાની સાથે જ રાજયભરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજયના લો એન્ડ ઓર્ડરના વડા નરસિંમ્હા કોમાર સાથે મહત્વની ચર્ચાઓ કરી હતી.

બે ઘોડાના અશ્વાર જેવા આશિષ ભાટિયાએ મોડી રાત સુધી કામગીરીની સમીક્ષા કરી હોવા છતા આજે પરોઢથી અમદાવાદ પોલીસ કમિશ્નરના ચાર્જને કારણે ઇદ બંદોબસ્ત અંગેની તમામ માહીતીઓ સેકટર વડાઓ તથા ડીસીપી પાસેથી મેળવી  ડીપ્લોય થયેલ સ્ટાફ તથા પોઇન્ટની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી.

કેવો યોગાનુયોગ આશિષ ભાટિયાએ  એસપી તરીકેનો પ્રથમ ચાર્જ પણ શિવાનંદ ઝા પાસેથી સંભાળ્યો હતો

રાજકોટ, તા., ૧: ૧૯૮૫ બેંચના મૂળ હરીયાણાના આશિષ ભાટિયાએ મુખ્ય પોલીસ વડા તરીકેનો ચાર્જ નિવૃત થતા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા પાસેથી સંભાળ્યો ત્યારે યોગાનુયોગ આશિષ ભાટિયા જયારે પ્રથમ વખત જીલ્લા પોલીસ વડા (એસપી) બન્યા તે સમયે સૌ પ્રથમ ચાર્જ શિવાનંદ ઝા પાસેથી જ સંભાળ્યો હતો.

આશિષ ભાટિયાએ ડીજીપી પદનો ચાર્જ સંભાળ્યો તે દિવસે જ મહારાષ્ટ્રમાં ઉચ્ચ પદ પર ફરજ બજાવતા તેમના ભાઇ  સંજય ભાટિયા નિવૃત થયા

રાજકોટ, તા., ૧: રાજયના મુખ્ય પોલીસ વડા તરીકે  આશિષ ભાટિયાએ ગઇકાલે સાંજે ચાર્જ સંભાળ્યો ત્યારે એક અનોખો સંયોગ સર્જાયો છે. આશિષ ભાટિયાના મોટાભાઇ સંજય ભાટીયા કે જેઓ આઇએએસ કેડરમાં ૧૯૮૬ બેચના મહારાષ્ટ્રમાં ફરજ બજાવતા હતા તેઓ ગઇકાલે જ નિવૃત થયા છે. સંજય ભાટીયાની ગણતરી મહારાષ્ટ્રના શ્રેષ્ઠ ઓફિસરોમાં થતી હતી.

આમ મોટાભાઇ (સંજય ભાટિયા) નિવૃત થયા તે જ દિવસે આશિષ ભાટિયાએ ગુજરાતના મુખ્ય પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો.

લોકોથી લઇ રાજકારણીઓ જેના નામથી થરથર કાંપતા તેવા ડોન લતીફને આશિષ ભાટિયાએ અમદાવાદ છોડાવેલુ

રાજકોટ, તા., ૧: અમદાવાદમાં એક યુગમાં કુવિખ્યાત ડોન લતીફ અને તેના સાથી એવા વહાબ ગેંગ અને શાર્પ શુટર એવા એસ.કે. અર્થાત શરીફખાનનું દારૂના ધંધામાં એકચક્રિય શાસન હતું. એક પોલીસ ઓફીસર ઉપર ગોળીઓ છોડી હત્યા કરવાનો જેના પર આરોપ હતો તેવી આ ગેંગ દ્વારા બોંબ ફેંકવા અને એકે-૪૭ જેવી  રાયફલોનો ઉપયોગ છુટથી કરવાનો આરોપ હતો.

અમરસિંહ ચૌધરીના કાર્યકાળ દરમિયાન આશિષ ભાટિયાને ક્રાઇમ બ્રાન્ચમાં મુકાતા જ તેઓ તથા તાજેતરમાં નિવૃત થયેલા એ.કે.સુરોલીયા સાથે મળીને લતીફ ગેંગનો સફાયો કરી નાખ્યો હતો. પોલીસની ધાકને કારણે લતીફને ભાગવુ પડયુ હતું. વહાબ ગેંગના સભ્યોને ઝડપવા સાથે મહેસાણાની કુવિખ્યાત તાજીયા ગેંગને પણ આશિષ ભાટિયાએ તીતર-ભીતર કરી નાખી હતી.

(12:03 pm IST)
  • દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ : રબારી પાળાની ૫૫ વષી્યઁ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ.:દ્ધારકામા પોઝિટિવ કેસ ની સંખ્યા ૫ થઇ access_time 7:30 pm IST

  • બકરી ઈદ તહેવાર : ડ્યુટી ઉપર સમયસર ન પહોંચવા બદલ દિલ્હીના 36 પોલિસકર્મી સસ્પેન્ડ : જામા મસ્જીદે સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરાવવા સાંજે 5 વાગ્યે હાજર ન થયેલા 36 પોલીસ કર્મચારીઓ બરતરફ : પોલીસ કમિશનર મહિલા વિજયંતા આર્યએ લીધેલું કડક પગલું access_time 12:37 pm IST

  • શહેરમાં આજથી માસ્ક નહી પહેરનારને રૂ. પ૦૦નો દંડ ફટકારવાનુ શરૂ : રાજકોટ : રાજય સરકારનાં આદેશ મુજબ આજથી મ્યુ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનાર નાગરિકો પાસેથી રૂ. પ૦૦ લેખે દંડ વસુલવાનુ શરૂ બપોર સુધીમાં ૧૦ હજારથી વધુનાં દંડની વસુલાત access_time 3:26 pm IST