Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

યાત્રાધામ અંબાજીનો કેન્દ્રની 'પ્રસાદ' યોજનામાં સમાવેશ

ગાંધીનગર,તા.૧: કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે દેશના વધુ પાંચ તીર્થયાત્રા સ્થાનોનો આ યોજનામાં સમાવેશ કરવા કરેલી જાહેરાતમાં ગુજરાતના અંબાજીને પણ પ્રસાદ યોજના અન્વયે સાંકળી લેવાનો નિર્ણય કર્યો છે.પ્રસાદ યોજનામાં અગાઉ સમાવિષ્ટ થયેલા સોમનાથ અને દ્વારકા સાથે હવે અંબાજી ગુજરાતનું ત્રીજું યાત્રા પ્રવાસન તીર્થ બન્યું છે જેનો પ્રસાદ યોજના અન્વયે વિકાસ થશે.

ગુજરાત પ્રવાસન નિગમે યાત્રાધામ અંબાજીનો પ્રસાદ પરિયોજનામાં સમાવેશ કરીને પ્રવાસન સુવિધા કેન્દ્ર, કોમ્યુનીટી કિચન, ગબ્બર પગથિયાં નવિનીકરણ જેવી પ્રવાસન-યાત્રી સુવિધાઓ વિકસાવવા ભારત સરકારમાં કરેલી દરખાસ્તનો કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે સ્વીકાર કરતાં હવે, અંબાજીને પ્રસાદ પરિયોજનામાં આવરી લેવાશે.અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, યાત્રાધામ અંબાજીને તાજેતરમાં જ શ્રેષ્ઠ યાત્રીક સુવિધાઓ માટે ISO ૯૦૦૧ સર્ટીફિકેટ પણ પ્રાપ્ત થયેલું છે.

(11:48 am IST)
  • રાજકોટમાં આજે 131 લોકો માસ્ક વિનાનાં દંડાયા :65500નો દંડ: આજથી 500નો દંડ વસુલતુ મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ તંત્ર: સૌથી વધુ વોર્ડ નં.1માં 13 લોકો ઝડપાયા: વોર્ડ નં. 7માં બધા માસ્ક પહેરી નિકળ્યા access_time 8:15 pm IST

  • બિહારમાં પોલીસ ઉપર પથ્થરમારો : લોકડાઉન હોવા છતાં બકરી ઈદ નિમિત્તે ભાગલપુરમાં આવેલી મસ્જીદે નમાઝ પઢવા સમૂહ ભેગો થયો : ભેગા થયેલા લોકોને પાછા કાઢવાની કોશિષ કરતા પથ્થરમારો કરાયો access_time 12:54 pm IST

  • શ્રીલંકાના કોલંબો બંદર પરના તમામ કામકાજ શુક્રવારે સાંજે, ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ (ઇસીટી) ભારતને લીઝ પર આપવાના વિરોધમાં, સ્ટોપ કરી દેવામાં આવ્યા. શ્રીલંકાના પોર્ટ ઓથોરિટી દ્વારા જ તમામ ઇસીટી કામગીરી શરૂ કરવા સત્તાધિકારીઓને અપીલ કરવા કોલંબો પોર્ટના તમામ ટ્રેડ યુનિયનો દ્વારા આ વિરોધ દર્શાવતા દેખાવો યોજાયા હતા access_time 10:20 pm IST