Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજપીપળા પાલિકાના હંગામી કર્મીઓ હડતાળ પર જતા પાણી નહિ આવતા મહિલાઓ વિફરી:પાલીકા કચેરી પર માટલા ફોડ્યા

પાલીકા કચેરી પર મહિલાઓ એ હલ્લા બોલ કરી માટલા ફોડી રોષ વ્યકત કર્યો,પાલીકા પ્રમુખ ના નિવસ્થાને પણ લોકો રજુઆત કરવા દોડી ગયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા ના અનગઢ વહીવટ અને મુખ્ય અધિકારી ની મનમાનીના કારણે ગુરુવારથી પાલિકાના તમામ હંગામી કર્મચારીઓ ચાર મહિનાના પગાર મુદ્દે હડતાળ પર ઉતરતા પાણીની ગંભીર કટોકટી સર્જાઈ હતી.
                 ગુરુવારે સાંજે અને શુક્રવારે સવારે બે ટાઈમ પાલીકા નું પાણી ન મળતા ગૃહિણીઓ અકળાઈ ઉઠી હતી શહેર ના દરેક વિસ્તારો ના નળ માં પાણી નહિ આવતા ઘર માં નાહવા,ધોવા,વાપરવા નું પાણી પણ નહીં હોવાથી કોરોના જેવી મહામારી વચ્ચે લોકો ને કોરોના સંક્રમણ વધે તેવો ભય લાગી રહ્યો છે.આમ તો સરકાર બહાર થી આવો ત્યારે સેનેટાઇજાર થી હાથ સાફ કરવા જણાવે છે પરંતુ હમણાં રાજપીપળા શહેરમાં પાણી ના અભાવે નાહવાનું પણ બંધ થઈ ગયું છે.જોકે ટાંકીઓ ખાલી થતા વાપરવાનું પાણી ખૂટી ગયું પરંતુ પીવા માટે પાણી જરૂરી હોય જ લોકોએ વેચાતા ફિલ્ટર જગ મંગાવતા ફિલ્ટર પ્લાન્ટ વાળા ને આવા સમયે ઘીકેળાં જોવા મળ્યા હતા જ્યારે જે બે ચાર વિસ્તાર માં હેન્ડ પમ્પ ચાલું હતા ત્યાં મોટી લાઈનો જોવા મળી જેમાં રાજપીપળા ના સોનિવાડ ના નંદકેશ્વર મહાદેવ મંદિર બહાર ન હેન્ડ પમ્પ ઉપર સવાર થી પાણી માટે મહિલાઓની પડાપડી જોવા મળી હતી. શુક્રવારે સવારે પણ પાણી ન આવતા પાણી વગર કંટાળેલી મહિલાઓ પાલીકા કચેરી પર દોડી ગઈ ત્યાં માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ ના નિવસ્થાને પણ મહિલાઓ એ પહોંચી પાણી બાબતે રજુઆત કરી હતી.
               વેરો વધારવા ઉતાવળા બનેલા પાલીકા સત્તાધીશો હાલ હડતાળ સમયે પાણી વગર વલખા મારતી પ્રજા ને જવાબ આપવાના બદલે જાણે મૌન સેવી ભૂગર્ભ માં ઉતરી પડ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.મુખ્ય અધિકારી પણ પાણી બાબતે કોઈજ વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યા ન હતા ત્યારે કેટલાક જાગૃત લોકો ના મતે આ પ્રજા ને હેરાન કરવા માટે નો સ્ટંટ હોય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું હતું.

(9:39 pm IST)
  • ૧ થી ૧૪ ઓગષ્ટ વચ્ચે દેશમાં સારો વરસાદ જામશેઃ ૧૮ ઓગષ્ટ પછી નવો દૌરઃ ઓગષ્ટમાં વરસાદ ધરવી દેશે ? : ૮-૯ ઓગષ્ટ પછી વળી એક બીઓબી એલપીએની આગાહી ઇસીએમ ડબલ્યુએફએ કરી છે. જેને લીધે પશ્ચિમના સાગરકાંઠે, મધ્ય - ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ૧ થી ૧૪ ઓગષ્ટ વચ્ચે વરસાદની જમાવટ રંગ લાવશે અને ૧૮ ઓગષ્ટ પછી ફરીથી દેશના સંખ્યાબંધ ભાગોમાં વરસાદનું જોર વધી જશે તેમ ખાનગી વેધર એનાલીસ્ટે ટવીટર ઉપર કહ્યું છે. access_time 1:19 pm IST

  • ઘરે રહો... સ્વસ્થ રહો.... : ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સ્થિતિનું આબાદ ચિત્રાંકન કરતું એક અદ્ભૂત કાર્ટૂન સોશ્યલ મિડીયામાં ધુમ મચાવી રહયું છે. access_time 12:55 pm IST

  • રાજયસભાના સાંસદ અમરશીનું નિઃધન : છેલ્લા છ મહીનાથી બિમાર હતાઃ સીંગાપુરમાં ચાલી રહી હતી સારવારઃ સાંસદ અમરશી સમાજવાદી પાર્ટીના નેતા હતા. access_time 4:58 pm IST