Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો: નવા 1153 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 61438 થઇ : વધુ 23 લોકોના મોત : મૃત્યુઆંક 2441 થયો

સુરતમાં સૌથી વધુ 284 કેસ,અમદાવાદમાં નવા 176 કેસ,વડોદરામાં 94 કેસ, રાજકોટમાં 79 કેસ,જામનગરમાં 42 કેસ,મહેસાણામાં 40 કેસ,સુરેન્દ્રનગરમાં 36 કેસ,મોરબીમાં 29 કેસ,અમરેલી અને વલસાડમાં 26-26 કેસ,ગાંધીનગરમાં 25 કેસ,ભાવનગરમાં 23 કેસ નોંધાયા : વધુ 833 દર્દીઓ સાજા થતા કુલ 44907લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1153 કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 61438 થઇ છે જયારે આજે વધુ 23 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2441 થયો છે બીજીતરફ આજે વધુ 833 દર્દીઓ સાજા થતા કુલ 44907 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જોકે રાજ્યમાં હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14090 છે

   રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14090 છે  આ એક્ટિવ કેસમાંથી 14009 દર્દી સ્ટેબલ છે જ્યારે 81 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 833 દર્દીઓ સાજા થતા કુલ 44907લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે જયારે કુલ 2441 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે વિવિધ શહેરો અને સરકારના આંકડામાં તફાવત આજે પણ યથાવત છે

   આજે નોંધાયેલા નવા 1153  કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 219 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 140 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 284 થયા છે  અમદાવાદ જિલ્લામાં 176 કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 94 કેસ, રાજકોટમાં 79 કેસ,જામનગરમાં 42 કેસ,મહેસાણામાં 40 કેસ,સુરેન્દ્રનગરમાં 36 કેસ,મોરબીમાં 29 કેસ,અમરેલી અને વલસાડમાં 26-26 કેસ,ગાંધીનગરમાં 25 કેસ,ભાવનગરમાં 23 કેસ નોંધાયા છે

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૫૩ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૨૧૯

અમદાવાદ કોર્પોરેશન

૧૪૦

વડોદરા કોર્પોરેશન

૮૦

સુરત

૬૫

રાજકોટ કોર્પોરેશન

૪૮

મહેસાણા

૪૦

અમદાવાદ

૩૬

સુરેન્દ્રનગર

૩૬

જામનગર કોર્પોરેશન

૩૩

રાજકોટ

૩૧

મોરબી

૨૯

અમરેલી

૨૬

વલસાડ

૨૬

ગાંધીનગર

૨૫

ભાવનગર કોર્પોરેશન

૨૪

ભાવનગર

૨૩

ભરુચ

૨૧

પંચમહાલ

૨૧

કચ્છ

૨૦

ગીર સોમનાથ

૧૬

નવસારી

૧૬

ગાંધીનગર કોર્પોરેશન

૧૫

બનાસકાંઠા

૧૪

દાહોદ

૧૪

ખેડા

૧૪

વડોદરા

૧૪

જુનાગઢ કોર્પોરેશન

૧૩

પાટણ

૧૩

મહીસાગર

૧૨

આણંદ

૧૧

સાબરકાંઠા

૧૧

જામનગર

નર્મદા

પોરબંદર

જુનાગઢ

બોટાદ

અરવલ્લી

તાપી

અન્ય રાજ્ય

કુલ

૧૧૫૩

(9:23 pm IST)