Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં ઇમર્જન્સી કંટ્રોલ રૂમ શરૂ : હેલ્પલાઇન નંબર 1800-233 0265, 0265-2423101 અને 0265-2426101 જાહેર

વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વડોદરામાં વરસાદે 14 વર્ષનો રેકૉર્ડ તોડતા 14 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

     મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરામાં થયેલ વરસાદ અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્ટેટ કંટ્રોલ ઓફિસ ખાતે ઇમરજન્સી સેવાઓને લઇને બેઠક બોલાવી હતી. જ્યારે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઇને હેલ્પલાઇન નંબર 1800-233 0265, 0265-2423101 અને 0265-2426101 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરો પર ફોન કરવાની સહાયતા માંગી શકાય છે.

(1:15 am IST)