Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ખોરાકમાં ભેળસેળ કરનારની ખેર નથી :રાજ્યવ્યાપી ડ્રાઈવ કરાશે

તમામ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસરોની મીટીંગમાં લેવાયો નિર્ણંય

ગાંધીનગર :ખોરાકમાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શ્રાવણ માસનો પ્રારંભ અને ચોમાસાના માહોલમાં રોગચાળો અટકાવવા ફૂડ એન્ડ સેફટી વિભાગ સતર્ક બન્યું છે

   શ્રાવણ માસમાં લોકો એકટાણા ઉપવાસ કરશે બીજી તરફ સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોસમ છે,ત્યારે બજારમાં વેચાણ થઈ રહેલા આહારમાં ભેળસેળ ના હોય અને લોકો શુદ્ધ ખોરાક આરોગ્ય તે માટે રાજ્ય સરકાર એક્શન મુડમાં આવ્યું છે

 રાજ્યના તમામ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસરોની એક મીટીંગ ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતના અધિકારીઓ સાથે યોજાઈ હતી, જેમાં વકરતા રોગચાળાને અટકાવવા રાજ્યવ્યાપી ડ્રાઈવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,ખાદ્યચીજોમાં ભેળસેળ કરનાર એકમો પર તવાઈ બોલવાની શરૂઆત કરવામાં આવશે

   ,તમામ ફૂડ સેફટી ઓફિસર ને તાકીદ કરવામાં આવી છે, તે પ્રમાણે દંડ નોટિસ સહિતની કાર્યવાહી કરી ખોરાક માં ભેળસેળ કરનાર પર તવાઈ ની સૂચનાઓ ઉચ્ચસ્તરે થી આપી દેવામાં આવી છે.

(7:40 pm IST)