Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ભરૂચ જિલ્લાના કરમાડમાં સાળા-બનેવીની હત્યા કરી લૂંટારુ ફરાર

દક્ષિણ:આફ્રિકામાં ભરૃચ જિલ્લાનાં કરમાડ ગામના યુવાનની હત્યા કરી લૂંટારૃ ફરાર થઈ ગયા હતા. યુવાનના દયાદરા ગામના બનેવીને પણ લૂંટારૃઓએ ઘાયલ કર્યા હતા. જેઓનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે. ભરૃચના કરમાડ ગામના ચંચોરિયા પરિવારના સોહેલ દિલાવર છેલ્લા દશ વર્ષથી સાઉથ આફ્રિકામાં રોજગાર અર્થે ગયા હતા. અને  પ્રિટોરીયામાં પત્ની અને એક બાળકી સાથે રહેવા સાથે દુકાનમાં નોકરી કરતા. તેઓની બાજુમાં બનેવી અને દયાદરા ગામના ઈરફાન ખીડા રહેતા હતા. મધ્યરાત્રી બાદ કેટલાક નીગ્રો લૂંટારૃઓ હથિયારો સાથે લૂંટના ઈરાદે ત્રાટક્યા હતા. અને સોહેલના  બનેવી પર હુમલો કરતા ગોળીથી તેઓ ઘાયલ થયા હતા.  ફાયરીંગનો અવાજ સાંભળી સોહેલ દરવાજો ખોલી બહાર આવતાં લૂંટારૃઓએ તેના પર પણ ગોળીથી ફાયરિંગ કરતાં તેનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયુ હતુ. જ્યારે બનેવીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જ્યારે સારવાર દરમ્યાન મોત થયુ છે.
 

(4:49 pm IST)