Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

દિવાળી વેકેશન ટૂંકાવાતા બહાર ફરવા જનારાના પ્લાન વેરવિખેર થશે : હવે અનેક લોકોને નવેસરથી ટિકિટો બૂક કરાવવી પડશે

ટૂર્સ-ટ્રાવેર્લ્સો કહે છે સરકારે શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ આ નિર્ણય લઇ લેવાની જરૂર હતી

રાજકોટ, તા. ૧ :  સૌરાષ્ટ્રીયો ગુજરાતીઓને સૌથી વધુ પ્રવાસપ્રિય ગણવામાં આવે છે. વેકેશન દરમિયાન કાશ્મીરથી કન્યાકુમારી, મહારાષ્ટ્રથી સિક્કીમ સુધી આવતા ફરવાના સ્થળોમાં ગુજરાતીઓની હાજરી જોવા મળે નહીં તો જ નવાઇ. પરંતુ આ વખતે દિવાળી વેકેશનમાં ર૧ ને સ્થાને ૧૪ દિવસનું કરવામાં આવતા ગુજરાતના ટુરિઝમના બિઝનેસમાં પણ મોટો ફટકો પડશે.

ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિનું વેકેશન આપવા માટે દિવાળીના વેકેશનના ૭ દિવસ પર કાપ મુકવામાં આવ્યો છે જેના પગલે હવે આગામી દિવાળી વેકેશન દરમિયાન આ વખતે ૭ નવેમ્બર-બુધવારના દિવાળી છે અને પ નવેમ્બરથી શાળા-કોલેજમાં વેકેશનનો પ્રારંભ થવાનો છે. શાળા-કોલેજમાં દિવાળીનું વેકેશન ર૧ દિવસ માટે હોય છે, જેના સ્થાને આ વખતે ૧૪ દિવસ વેકેશન રહેશે. આ અંગે ગુજરાત રેલવે ટૂર ઓગેૃનાઇઝેશન એસોસ્િએશનના સેક્રેટરી રોહિત ઠક્કરે જણાવ્યું હતું કે, નવરાત્રીમાં સ્થાપન તેમજ ગરબાને લીધે લોકો બહાર ફરવા જવાનુ઼ પસંદ કરતા નથી. દિવાળીની રજાઓમાં પણ મોટાભાગના લોકો ભાઇ બીજ બાદ જ ફરવા માટે જતા હોય છે. હવે સરકારે દિવાળીનું વેકેશન ટુંકાવતા અનેક લોકોને  ફરવા જવાના બુકિંગની તારીખમાંૈ ફેરફાર કરવો પડયો છે.

રેલ્વેનાં ૪ મહિના અગાઉ જ ટિકિટ બુકિંગ શરૂ થતું હોવાથી અનેક લોકોએ ગત મહિને જ દિવળીમાં ફરવા જવા માટેની રેલવેની ટિકિટ બુક કરાવી હતી. હવે તેમને પણ આગામી નવી તારીખની ટિકિટ બુક કરાવવી પડશે. એરલાઇન્સમાં પણ કેટલાકને રૂ. ૩ હજાર સુધી રીફંડ આપી નવી તારીખનું બુીકંગ કરાવવુ પડી શકે છે. સરકારે શૈક્ષણિક સત્ર શરૂ થવા અગાઉ જ નવરાત્રિના વેકેશનમાં નિર્ણય લેવાની જરૂર હતી.

(4:20 pm IST)