Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગુજરાતના 70 તાલુકામાં વરસાદ નોંધાયો : લોધિકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો:જેતપુરમાં 2 ઇંચ વરસ્યો

ઓલપાડમાં 4 ઇંચ વરસાદ, તાપીના ડોલવણમાં સાડા ત્રણ ઇંચ, વલસાડના પારડીમાં 3 ઇંચ, જુનાગઢના મેંદરડા, ગોંડલમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો.

રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત જોવા મળી રહિ છે. ગુજરાતના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધિકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે રાજકોટના જેતપુરમાં 2 ઇંચ વરસ્યો હતો.

બીજી તરફ સુરતના ઓલપાડમાં દિવસ દરમિયાન 4 ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીના ડોલવણમાં સાડા ત્રણ ઇંચ, વલસાડના પારડીમાં 3 ઇંચ, જુનાગઢના મેંદરડા, રાજકોટના ગોંડલમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

(9:00 pm IST)