Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોડાસા પંથકમાં શાળાના આચાર્યએ બે સંતાનોની માતાને પ્રેમ પ્રકરણમાં ભગાડી જતા લોકોમાં ચર્ચા વાયુ વેગે પ્રસરી

આધેડ ઉમરના પ્રેમી યુગલને પરિવારજનો શોધીને મોડાસા પોલીસ સ્‍ટેશને હાજર કર્યા

મોડાસાઃ મોડાસા પંથકમાં શાળાના આચાર્ય બે સંતાનોના પિતા છે જ્‍યારે સાથે ભાગી જનાર મહિલા પણ બે સંતાનોની માતા છે. આધેડ ઉમરના પ્રેમી પંખીડા ભાગી જતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ ફરિયાદ બાદ આ પ્રેમી પંખીડા ચોટીલા વિસ્‍તારમાં છ. બાદમાં પરિવારજનોએ પ્રેમી યુગલને શોધી મોડાસા પોલીસ મથક હાજર કર્યા છે. વધુ તપાસ હાથ ધરાઇ છે.

તાલુકામાં ખુબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય બે સંતાનોની માતાને ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગત્ત 24 જૂનના દિવસે આ લોકો ભાગી જતા દોડધામ મચી હતી. આ કિસ્સાની માહિતી સમગ્ર તાલુકામાં વાયુવેગે પ્રસરી હતી. બંન્નેના સંતાનો પણ મોટી ઉંમરના હોવાના કારણે બંન્નેના પરિવારને પણ નીચા જોણી થઇ હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આ ઘટના પહોંચી હતી. આખરે પરિવાર દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક કહેવત અનુસાર ઉભા ઉંટને મીઠુ ખવડાવે તેટલી ઉંમર હોવા છતા બાલિશ હરકત કરતા આ પ્રિન્સિપાલ પર સમાજમાં વ્યંગ થઇ રહ્યા છે તો એક તબક્કો તેમની આ હરકત પર થું થું કરે છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શાળાના આચાર્ય બે બાળકોના પિતા છે. જ્યારે મહિલાને પણ બે બાળકો છે. આધેડ ઉંમરનું આ પ્રેમી યુગલ ભાગી જતા ટાઉનમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ ફરિયાદ બાદ ખ્યાલ આવ્યો કે આ પ્રેમી પંખીડા ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં મહિલાને પહેલા રજુ કરીને ઘરે લઇ ગયા હતા. જો કે આ કિસ્સાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં વાયુવેગે પ્રસરી હતી.

હાલ તો પોલીસે બંન્નેને મોડાસા ટાઉન ખાતે લાવવામાં આવ્યા છે. પરિવાર દ્વારા બંન્નેને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ બંન્નેને પોલીસે પોતપોતાના ઘરે મોકલી આપાયા છે. જો કે આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. લોક મુખે માત્ર એક જ વાત છે કે, આટલી મોટી ઉંમરે પણ શિક્ષક કક્ષાની વ્યક્તિ આવી હરકત કરી શકે છે. જેના હાથમાં સેંકડો બાળકોનું ભવિષ્ય છે તે શિક્ષક જ આવી હરકતો કરશે તો પછી અન્ય પાસેથી તો શું અપેક્ષા રાખી શકાય.

(5:35 pm IST)