Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

આશિષ ભાટિયા જ સીઆઈડી વડા તરીકે ચાર્જ સંભાળશેઃ અટકળો પર પૂર્ણ વિરામ

તેજપાલસિંહ બિસ્‍ત નિવૃત થયા બાદ ખાલી પડેલ જગ્‍યા માટે મહત્‍વનો નિર્ણય

રાજકોટ, તા.૧:  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ફરજ બજાવી ચૂકેલા ૧૯૮૫ બેચના સિનિયર આઇપીએસ અને રાજ્‍યના સીઆઈડી વડા તેજપાલ સિહ બિસ્‍ત  ગઈ કાલે વય મર્યાદાને કારણે નિવળત્ત થતાં તેમની ખાલી પડેલ જગ્‍યાનો ચાર્જ ગળહવિભાગ દ્વારા લાંબી વિચારણા અંતે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટીયાને સુપ્રત કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.                       

આ જગ્‍યાના ચાર્જ માટે અનેક નામો વિચારવા સાથે આઇપીએસ અઘિકારીઓ પણ અનેક નામો અંગે અટકળ કરતા હતા, આ જગ્‍યા પણ ખૂબ મહત્‍વની હોવાથી આ સ્‍થાનનું સુપરવિઝન ભૂતકાળમાં ખૂબ સારી રીતે સંભાળી ચૂકેલા સ્‍વચ્‍છ છબી ધરાવતા બિન વિવાદાસ્‍પદ આઇપીએસ આશિષ ભાટિયના નામ પર જ સહુ સહમત થયેલ.                 

ભૂતકાળમાં સીઆઈડી ક્રાઈમ વડા તરીકે દેશ ભરમાં ગાજેલ કરોડોના ચકચારી બીટ કોઇન મામલે તેવો દ્વારા તલસ્‍પર્શી તપાસ દ્વારા પડદો ઊંચકી મોટા માથા,રાજકારણી અને એક ઉચ્‍ચ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરાવેલ, પ્રત્‍યાપર્ણ મામલે પણ તેઓ દ્વારા તેમની આગવી પદ્ધતિ મુજબ અસરકારક કામગીરી કરનાર આ અધિકારી દ્વારા સીઆઈડી ક્રાઈમના કાર્ય કાલ દરમિયાન કચ્‍છ ના મોટા ગજાના નેતાની હત્‍યા મામલે હિંમતભેર કાર્યવાહી કરેલ.

(4:17 pm IST)