Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

અર્પવુડ સાથે ભાગીદારી કરી સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ વધુ સારી સેવા પુરી પાડશે

પથ દર્શક તરીકે સ્‍થાપક ગીરીશભાઇ પટેલ યથાવત

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૧ : ગુજરાતમાં સ્‍ટર્લીંગ હોસ્‍પિટલની શૃંખલાનું સંચાલન કરતા સ્‍ટર્લીંગ એડ્‍લાઇફ ઇન્‍ડિયા પ્રા.લી.ને અર્પવૂડ પાર્ટનર્સના નેતૃત્‍વવાળા વૈશ્વિક કોન્‍સોર્ટીયમે હસ્‍તગત કર્યુ છે.

સ્‍ટર્લીંગ હોસ્‍પિટલના સ્‍થાપક ગીરીશભાઇ પટેલે તેમા લઘુમતિ હિસ્‍સો જાળવી રાખ્‍યો છે. તેઓ સ્‍ટર્લીંગ હોસ્‍પિટલના પથદર્શક તરીકે યથાવત રહેશે. નવા રોકાણકારો અંગે પ્રતિક્રિયા આપતા ગીરીશભાઇ પટેલે જણાવ્‍યુ કે અર્પવુડ સાથેની ભાગીદારીનો હેતુ તબીબી ઉત્‍કૃષ્‍ટતા સાથે ગુજરાતને સર્વોત્તમ આરોગ્‍ય સેવા પુરી પાડવાનો છે. દર્દીઓને સેવાનો બહેતર અનુભવ પુરો પાડવા તેમને ગુણવત્તા યુકત તબીબી સેવા પુરી પાડવામાં આવશે.

(1:41 pm IST)