Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વકીલ ઉપર થયેલા હુમલા બાબતે કાર્યવાહી કરવા બાર, કાઉન્‍સીલની પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટઃ તા. ૧: રાજકોટના હોટલ સંચાલક દ્વારા એડવોકેટ શ્રી મુકેશ ઠકકર પર થયેલ ધાતક હુમલા બાબતે કાર્યવાહી કરવા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતે બનાવને વખોડી કાઢી જવાબદારો   સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને પત્ર પાઠવેલ છે.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા જણાવવાનું કે એડવોકેટ શ્રી મુકેશ ઠકકર રાજકોટનાઓની આર. વર્લ્‍ડ ટીકીઝ પાસે આવેલા બીલખા પ્‍લાઝામાં ઓફિસ આવેલી છે. તથા તેઓ આ બિલ્‍ડીંગ એસોશીએશન પ્રમુખ પણ છે. અને આ જ બિલ્‍ડીંગમાં ઉપરના માલ આવેલ હોટલ દ્વારા વધુ પ્રમાણમાં ગંદકી કરતા હોવાથી કોર્પોરેશન દ્વારા તેઓને નોટીસ આપવામૌ આવેલ હતી. અને તે અનુસંધાને બિલ્‍ડીંગ એસોશિએશનની મળેલ મીટીંગમાં પણ હોટલના સંચાલકને ગંદકી ન કરવા જણાવતા તેઓ ઉશ્‍કેરાઇ ગયેલ અને એટવોકેટ શ્રી મુકેશ ઠકકર પર સખત હુમલો કરવામાં આવેલ.

આ સમગ્ર બનાવને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા સખત શબ્‍દોમાં વખોડી કાઢવામાં આવે છે. અને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા આ બનાવમાં સંડોવાયેલ હોટલ સત્તાવાળાઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામા આવે છે.

(1:38 pm IST)