Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સુરતમાં ૭ અને માંગરોળમાં છ ઈંચ ખાબકયો

અસાઢી બીજનું મુર્હુત સાચવવા મેઘરાજાઃ રાજયના ૨૭ જિલ્લાના ૧૧૮ તાલુકાઓમાં ૧૨ ઈંચ સુધીનો વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા), વાપીઃ ચોમાસાની આ સીઝનમાં પ્રારંભથી જ મેઘરાજા રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં હેત વરસાવી રહ્યા છે જેને પગલે જગતનો તાત વાવણીની તૈયારીમાં લાગ્‍યો છે.

 છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૨૭ જિલ્લાના ૧૧૮ તાલુકાઓ માં ઝરમર થી ૧૨ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે કેટલાય નીચાણ વાળા વિસ્‍તારોમાં પાણી ભારત વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે મેઘરાજા મહુરત સાચવશે તેવી ખેડૂતપુત્રોને આશા છે.

ફ્‌લડ  કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્‍યમાં નોંધાયેલા વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો.. બોરસદ ૨૮૨ મિમિ, કામરેજ ૨૦૧ મિમિ,સુરત સીટી ૧૭૫ મિમિ, ઉમરપાડા ૬૧ મિમિ,માંગરોળ ૧૪૭ મિમિ, વાલિયા ૧૧૭ મિમિ, નડિયાદ ૧૧૫ મિમિ,ડેડીયાપાડા ૧૧૦ મિમિ, ખંભાળિયા ૯૧ મિમિ, પાદરા ૮૨ મિમિ,નેત્રંગ ૮૦ મિમિ, આંકલાવ ૭૮ મિમિ,વડોદરા ૭૬ મિમિ, વલસાડ અને ચોર્યાસી ૭૫-૭૫ મિમિ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ગણદેવી ૭૨ મિમિ,જંબુસર ૬૯ મિમિ, કરજણ અને સોજીત્રા ૬૪-૬૪ મિમિ, ભરૂચ અને વાસો ૬૨-૬૨ મિમિ, સાગબારા ૬૧ મિમિ, નવસારી-જલાલપોર ૫૯-૫૯ મિમિ ,ઓલપાડ અને પલસાણા ૫૨-૫૨ મિમિ, અંકલેશ્વર ૪૮ મિમિ,ચુડા ૪૫ મિમિ, પેટલાદ અને તારાપુર ૪૨-૪૨મિમિ, તિલકવાડા ૩૮ મિમિ,ચિખલી, ખેરગામ અને શિનોર ૩૭-૩૭ મિમિ,આમોદ અને ગરૂડેશ્વર ૩૬-૩૬ મિમિ,ધરમપુર ૩૪ મિમિ,દેવગઢ બારીયા ૩૧ મિમિ વરસાદ નોંદયો છે.

તો વાપી,આનંદ અને આહવામાં ૨૮-૨૮ મિમિ,બારડોલી અને સાંખેડામાં ૨૭-૨૭ મિમિ, ખંભાત અને જાંબુઘોડા ૨૬-૨૬ મિમિ,વાઘોડિયા ૨૫-૨૫ મિમિ, પારડી ૨૪ મિમિ,ઉમરગામ અને માંડવી ૨૩-૨૩ મિમિ, ડોલર, ઉમરેઠ અને ભિલોડા ૨૧-૨૧ મિમિ  અને છોટા ઉદયપુર માં ૨૦ મિમિ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્‍યના અન્‍ય ૫૭ તાલુકાઓમાં ૧ મિમિથી લઇ ૧૯ મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે. આ લખાય રહ્યું છે ત્‍યારે એટલે કે સવારે  દસ કલાકે પૂર્વ  મધ્‍ય તથા  દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં હળવો વરસાદ નોંધાય રહ્યો છે.

(12:55 pm IST)