Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે મશાલ રેલી આવી પહોંચતા જિલ્લા પ્રશાસન દ્વારા સ્વાગત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત માં પ્રથમવાર ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું છે . જેના અનુસંધાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી ઇન્દિરા ગાંધી સ્ટેડીયમ, નવી દિલ્હી  ખાતેથી ૪૪ માં ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રેલી લોન્ચ કરી હતી.

 આ ૪૪ મી ચેસ ઓલિમ્પિયાડ મશાલ રેલી દિલ્હીથી ચેન્નઇ સુધી જશે અને આ મશાલ રેલીના સમાપ્તિ પહેલાના દિવસોમાં ભારતભરના ૭૫ શહેરોમાં લઇ જવામાં આવશે. જે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે રેલી આવી પહોંચી હતી  જ્યાં જિલ્લા પ્રશાસન તરફથી આ મશાલ રેલીના સ્વાગત સાથે આવકાર આપવામાં આવ્યું હતું રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા SOU સત્તામંડળ તરફથી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા સુધી મશાલને લઇ જવામાં આવી હતી અને  ત્યાર બાદ  કેવડિયાના એકતા ઓડિટોરિયમ ખાતે રેલી ને લઈ જવામાં આવી હતી ત્યાં  રમતવીરો વગેરેની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ માસ્તરોનું સન્માન-અભિવાદન કરવામાં આવ્યું હતું જોકે હવે ચેસ ઓલોમ્પિક આજ દિનસુધી લોન્ચ કરવામાં આવી નથી હવે જ્યારે પણ કોઈપણ ઓલોમ્પિક થશે જેમાં ચેસ ઓલોમ્પિક ભારત માંથીજ આગડ અન્ય દેશોમાંજશે,જોકે હવે પછી નાનાંબાળકો થી મોટેરા સુધી આ ચેસ રમત માં જાગૃતતા આવે એ ઉદ્દેશ સાથે આજે  ઐતિહાસિક મશાલ રેલી કાઢવામાં આવી હતી.

 

(10:29 pm IST)