Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રતાપપરા ગામની સીમમાં આંકડા લખનાર એક શખ્સને આમલેથા પોલીસે રૂ.1200 સાથે પકડી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામની સીમમાં આંકડાનો ધંધો કરનાર એક શખ્સને આમલેથા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
   મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસ પેટ્રોલીંગ માં હતી એ સમયે બાતમીના આધારે પ્રતાપપરા ગામની સીમમાં રેડ કરતા ત્યાં અશોકભાઇ કોયજીભાઇ વસાવા ( રહે.પ્રતાપરા નીચલું   ફળીયું તા.નાંદોદ )ખુલ્લી જગ્યામાં જાહેરમાં સટ્ટાબેટીંગના આંક ફરકના આંકડાઓ લખી પૈસાની લગાઇ લઇ હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાઘનો તથા રોકડા રૂ.૧૨૦૦  સાથે પકડાઇ જતા પોલિસે ગુનો દાખલ કર્યો છે.

(11:08 pm IST)