Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સુરતઃ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે આરોપીના મધરાત્રે 1 વાગ્યે ફટાકડા ફોડીને ઉત્સાહભેર વધામણાં

કોરોનાની ગાઈડલાઈન સાથે નિયમોના ધજાગરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી

સુરતના સલાબતપુરા પોલીસની હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા નજીક કડવાભાઇ ગેંગનો મુખ્ય આરોપી જેલમાંથી છૂટીને આવતા રાત્રે 01:25 વાગે ફટાકડા ફોડી તેની ઉજવણી કરવામાં આવી અને કોરોનાની ગાઈડલાઈન સાથે નિયમોના ધજાગરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હવે પોલીસ દોડતી થઇ છે.

  સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટ ખાતે વિસ્તારના માથાભારે મુખ્ય સાગરીત જેલમાંથી છૂટીને આવતા એ વિસ્તારના લોકોએ રાત્રે 1 વાગ્યા બાદ ફટાકડા ફોડી તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
તે વિસ્તારના કોર્પોરેટર હાડકાં પર હુમલો કરવાની ઘટનામાં પણ ભૂતકાળમાં જેલવાસ ભોગવી રહ્યો છે. ત્યારે આ  જાહેરમાં જ ફટાકડા ફોડી નિયમોનો ધજાગરા ઉડયા હતા. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે સલાબતપુરા પોલીસ દોડતી થઇ છે.

જે પ્રકારે સુરતમાં એક પછી એક નિયમો તોડવાની લાગી છે તેને લઈને ગુનેગારો બેફામ બન્યા છે. રખડવા ગામનો મુખ્ય સાગરીત છે અને તે જેલમાંથી આવતા તેનું સ્વાગત કરવાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે  ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં અનેક લોકો પર હુમલા કરવા માટે જાણીતો છે. ત્યારે તેના સ્વાગતમાં 1:15 વાગે રાત્રે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

(8:48 pm IST)