Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પૌત્રને મારી નાખવાની ધમકી આપી સસરાનું પુત્રવધૂ પર દુષ્કર્મ

સમાજ માટે લાંછન સમાન અમદાવાદનો કિસ્સો : માર્ચમાં લોકડાઉનમાં પરિણીતાને ઘરમાં એકલી જોઈને સસરાની દાનત બગડી અને પુત્રવધુ સાથે દુષ્કર્મ આચર્યું

અમદાવાદ, તા. : શહેરના દાણીલીમડા વિસ્તારમાં પોતાની પુત્રવધુ સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પરિણીતાનો પતિ કામ પર જાય ત્યારે પૌત્રને મારી નાખવાની ધમકી આપીને સસરો દીકરી સમાન વહુ પર દુષ્કર્મ ગુજારતો હોવાની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે. અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ પહેલા એક મહિલાના લગ્ન થયા હતા. તેનો પતિ તથા સાસુ-સસરા મજૂરી કામ કરે છે અને તેની નણંદના પણ લગ્ન થઈ ચૂક્યા છે. મહિલાને પોતાના પતિથી વર્ષનો દીકરો છે. માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન પરિણીતાને ઘરમાં એકલી જોઈને સસરાની દાનત બગડી હતી અને તેણે દીકરાને મારી નાખવાની ધમકી આપીને પુત્રવધુ સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પરિણીતા આબરૂ જાય નહીં તે માટે ચુપ રહી હતી. જોકે પછી દરરોજની ઘટના બની ગઈ હતી. તેના સસરાએ અવારનવાર તેને અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાનો પતિ મજૂરી કરવા ઘરેથી નીકળે ત્યારે તેનો સસરો તેની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરતો હતો અને તેના એક વર્ષના દીકરાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. મહિનાથી સસરો પુત્રવધુનું શોષણ કરતો હતો. પરિણીતાએ પહેલા સાસુ અને પતિને સસરાની કરતૂતની જાણ પણ કરી હતી પરંતુ પતિ કે સાસુએ તેની વાતનો વિશ્વાસ નહીં કરતા તેને કોઈ મદદ મળી નહોતી.

પોતાનાં પૌત્રને મારી નાખવાની ધમકી આપીને મહિલાની એકલતાનો લાભ લઈ અવારનવાર સસરાએ દુષ્કર્મ આચરતો હતો. ત્યારે પરિણીતાની વાતનો સાસુ કે પતિએ વિશ્વાસ નહીં કરતા કંટાળીને તેણે અંતે મહિલાએ પોલીસની મદદ લીધી છે. પોલીસે વહુની ફરિયાદના આધારે આરોપી સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(8:10 pm IST)